કંબોઈ જિલ્લા પંચાયતના ઉમેદવાર આશાબેન વિક્રમજી ઠાકોરનો વસાઈ ગામે ઝંઝાવતી પ્રચાર; ડોર ટુ ડોર જઈ જનસમર્થન મેળવ્યું.....
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે કંબોઈ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર આશાબેન વિક્રમજી ઠાકોરે પ્રચારના શ્રીગણેશ કર્યા છે. આ કડીમાં આજે તેમણે વસાઈ ગામની મુલાકાત લીધી હતી અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો.આશાબેન ઠાકોરે વસાઈ ગામના પ્રત્યેક મહોલ્લા અને ઘરે-ઘરે જઈને વડીલોના આશીર્વાદ લીધા હતા અને ગ્રામજનોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.પ્રચાર દરમિયાન તેમણે ગામની પ્રાથમિક સુવિધાઓ જેમ કે રોડ, રસ્તા અને પાણીના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી અને ચૂંટાયા બાદ આ પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી.વસાઈ ગામમાં પ્રવેશતા જ ગ્રામજનો અને કાર્યકરો દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મહિલાઓએ પણ મોટી સંખ્યામાં ઉમટી પડી આશાબેનને સમર્થન જાહેર કર્યું હતું.
ચૂંટણી પ્રચારમાં આશાબેન સાથે તેમના સમર્થકો અને પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.વસાઈ ગામમાં મળેલો બહોળો પ્રતિસાદ જોતા કંબોઈ જિલ્લા પંચાયત બેઠક પર રસાકસીભર્યો જંગ જોવા મળી શકે છે.
રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા