logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચાણસ્મા એસ.ટી. ડેપો દ્વારા સેવાનું સંભારણું: મુસાફરો માટે ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ.......

ચાણસ્મા:

વધતા જતા ઉનાળાના આકરા તાપ અને ગરમીને ધ્યાનમાં રાખીને ચાણસ્મા એસ.ટી. ડેપો દ્વારા એક સરાહનીય માનવતાવાદી અભિગમ અપનાવવામાં આવ્યો છે. ચાણસ્મા ડેપોના ડેપો મેનેજર મનીષાબા ચાવડાના માર્ગદર્શન હેઠળ અને ડેપોના સમગ્ર કર્મચારી ગણના સહયોગથી મુસાફરો માટે ઠંડી છાશના વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
ચૈત્ર-વૈશાખના ધખધખતા તાપમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને ગરમીમાં રાહત મળે તેવા હેતુથી ડેપો પરિસરમાં ૨૦૦ લિટર ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. એસ.ટી. તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વયંભૂ રીતે આગળ આવીને મુસાફરોને છાશ પીવડાવી સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ સેવાયજ્ઞને કારણે એસ.ટી. બસની રાહ જોઈને ઉભેલા અને મુસાફરી કરી રહેલા સેંકડો મુસાફરોએ તૃપ્તિનો અહેસાસ કર્યો હતો અને ડેપો મેનેજર સહિતના સ્ટાફની આ કામગીરીને બિરદાવી હતી. સરકારી વિભાગ દ્વારા જનસેવાના આવા કાર્યો થતા રહે તે સામાજિક જવાબદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું.

રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા

34
6162 views

Comment