logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*મતદાન સરળ બનાવતી પહેલ : પાટણમાં ઈવીએમ પ્રેક્ટિસથી મતદારોમાં આત્મવિશ્વાસ* *જાગૃત મતદાર, મજબૂત લોકશાહી : પાટણમાં ઈવીએમ માર્ગદર્શન અભિયાન*

પાટણ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓને અનુલક્ષીને મતદાર જાગૃતિ વધારવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત મતદારોને મતદાન પ્રક્રિયા અંગે સરળ અને સ્પષ્ટ સમજ મળે તેમજ તેઓ નિર્ભયતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુસર વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

તેના ભાગરૂપે પાટણ નગરપાલિકા ખાતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા મોક મતદાન (પ્રેક્ટિસ)ની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થળ પર નિયુક્ત કરવામાં આવેલા કર્મચારીઓ દ્વારા મતદારોને ઈવીએમનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિગતવાર માહિતી આપવામાં આવી રહી છે તેમજ જીવંત ડેમોન્સ્ટ્રેશન દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ મતદાનના દિવસે મતદારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને તેઓ વિશ્વાસપૂર્વક તથા યોગ્ય રીતે મતદાન કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે. નોંધનીય છે કે આ પ્રયોગને મતદારો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં મતદારો મોક મતદાન દ્વારા પ્રેક્ટિસ કરી લાભ લઈ રહ્યા છે.

વહીવટી તંત્ર દ્વારા પાટણ જિલ્લાના તમામ મતદારોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં આવીને ઈવીએમ પ્રેક્ટિસનો લાભ લે અને લોકશાહીના આ મહાપર્વમાં સક્રિય સહભાગી બની પોતાના મતાધિકારનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરે.


માહીતી બ્યુરો પાટણ

19
1041 views

Comment