રાજુલા તાલુકાના વિક્ટર ગામે સીતારામ બાપુકબીર આશ્રમે શ્રીમદ ભાગવત કથા તથા 24 કલાક મેલડી માતાજીના માંડવાનું અને ભવ્ય સંતવાણી નું આયોજન.......
રાજુલા તાલુકાના વિક્ટર ગામે સીતારામ બાપુકબીર આશ્રમે શ્રીમદ ભાગવત કથા તથા 24 કલાક મેલડી માતાજીના માંડવાનું અને ભવ્ય સંતવાણી નું આયોજન.......
રાજુલા તાલુકાના વિક્ટર ગામ નજીક આવેલ બાપા સીતારામ કબીર આશ્રમા ભગવાન શ્રી જડેશ્વર મહાદેવ તથા બાલા હનુમાન મહાદેવ તથા મહંત શ્રી રામદાસ બાપુની પ્રેરણાથી કબીર આશ્રમ ના મહંત શ્રી સીતારામ બાપુ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્વાન વક્તા અમદાવાદના શાસ્ત્રી શ્રી પ્રફુલ દાદા કથાનું વાંચન તારીખ 24 4 થી 30 4 સુધી સવારમાં 9 થી 1:00 વાગ્યા સુધી કથાનું વાંચન કરશે અને સંગીતમય કથા વિધવાન શાસ્ત્રીના મુખે સાંભળવા મળશે રાત્રિના ભવ્ય લોક ડાયરો જેમાં કલાકાર શ્રી નાજાભાઇ આહીર તથા નાનકુભાઈ ગઢવી તથા બાવકુભાઈ ગઢવી તેમજ અનેક ભજની કો રાત્રિના ભજનને અને સંતવાણી ની જમાવટ કરશે તેમજ તારીખ 1 5 26 ને શુક્રવારે મેલડી માતાજી નો 24 કલાકનો નવરંગ માંડવો વૈશાખ સુદ પૂનમે રાખવામાં આવ્યો તો માંડવા નો લાભ લેવા પણ આમ જનતાએ ઉપસ્થિત રહેવું આ કથામાં સમગ્ર વિકટર ગામજનો ઝોલાપુર પીપાવાવ કથીવદર રામદાસ બાપુ નો સેવક ગણ તળાવમાં તૈયારીઓ કરી રહ્યો છે તેમ સેવક શ્રી આલાભાઇ ગઢવી તથા બળદેવભાઈ ગઢવીએ અને સીતારામ બાપુએ જાહેર આમંત્રણ નિમંત્રણ પાઠવ્યું છે