છોટાઉદેપુર: બોડેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગંભીર ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી, ઝડપાયો
છોટાઉદેપુર: બોડેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગંભીર ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી અને ભોગ બનનારને શોધી કાઢવામાં AHTU બ્રાન્ચ છોટાઉદેપુરને મોટી સફળતા મળી છે.
જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ અપહરણના કેસોમાં ઝડપી અને અસરકારક કાર્યવાહી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે અનુસંધાને AHTU ટીમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
બોડેલી પોલીસ સ્ટેશનમાં તા. ૦૨/૦૭/૨૦૨૪ના રોજ IPC કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(એન), ૩૭૬(૩) તેમજ પોક્સો એક્ટની કલમ ૪ અને ૬ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે. પરમાર કરી રહ્યા હતા.
સુચનાઓ મુજબ કાર્યવાહી કરતાં તા. ૨૧/૦૪/૨૦૨૬ના રોજ પોલીસ ટીમે ભોગ બનનાર અને આરોપીને શોધી કાઢી પકડી પાડવામાં સફળતા મેળવી છે. આરોપી વિરુદ્ધ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલ આરોપી: નિલેષભાઈ હીરાભાઈ નાયક (ઉંમર ૧૯), રહે. ડેસર, નિશાળ ફળીયું, તા. હાલોલ, જી. પંચમહાલ.