logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ સજા વોરંટના કામે છેલ્લા નવેક મહીનાથી નાસતા ફરતા આરોપીને રાજલા ટાઉન વિસ્તારમાંથી પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ

નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ સજા વોરંટના કામે છેલ્લા નવેક મહીનાથી નાસતા ફરતા આરોપીને રાજલા ટાઉન વિસ્તારમાંથી પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ

હે.ભાવનગર રેન્જ આઇ.જી શ્રી આર.વી.અસારી સાહેબ,ભાવનગર વિભાગ,ભાવનગર નાઓએ ભાવનગર રેન્જનાં જિલ્લાઓમાં ગંભીર પ્રકારના શરીર સંબધી તથા ભરણપોષણની રકમ આપવામાં કસુર કરી તેમજ નેગોશીએબલ વોરંટના કામે કોર્ટની મુદતે હાજર રહેતા ન હોય અને પકડ વોરંટ તથા સજા વોરંટ ઇશ્યુ થયેલ હોય તેવાં આરોપીઓને પકડી પાડી વોરંટની ફરજિયાતપણે બજવણી કરવાં સુચના આપેલ હોય, જે અનુસંધાને મહે. અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત, સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં કોર્ટ મુદતે હાજર રહેતા ન હોય તેવાં વોરંટના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.

નામદાર એડી.ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટ સા.કુંડલાના ફોજદારી કેસ નંબર ૧૪૮૯/૨૦૨૧ ના કામે આરોપી વિરૂધ્ધ છ માસની સાદી સજાનું સજા વોરંટ ઇશ્યુ થયેલ હોય જે વોરંટનો આરોપી છેલ્લા નવેક મહીનાથી નામદાર કોર્ટમાં હાજર રહેતો ન હોય જે સજા વોરંટના કામે નાસતા ફરતા આરોપીને પકડી નામદાર કોર્ટમાં રજુ રાખવાં રાજુલા ડીવીઝનના મહે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા સાહેબનાઓએ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

જે અનુસંધાને રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટેના હેડ.કોન્સ સુરજભાઇ સોમાતભાઈ બાંભણીયા તથા પો.કોન્સ અમીતભાઇ તુળસીભાઇ મકવાણા તથા શંભુભાઇ લાભુભાઇ વાઘેલા નાઓને મળેલ બાતમી હકિકકત આધારે સજા વોરંટના નીચે જણાવેલ આરોપીને રાજુલા ટાઉન વિસ્તાર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

I પકડાયેલ આરોપી-

(૧) મુસ્તુફા છોટુમીયા સૈયદ રહે.રાજુલા શ્રમજીવી નગર તા.રાજુલા જિ.અમરેલી

→ કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ-

આ કામગીરી રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના હેડ.કોન્સ સુરજભાઈ સોમાતભાઇ બાંભણીયા તથા પો.કોન્સ અમીતભાઇ તુળસીભાઇ મકવાણા તથા પો.કોન્સ શંભુભાઇ લાભુભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવેલ છે.

5
611 views

Comment