logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સાવરકુંડલા એડી.ચીફ. જ્યુડી મેજી. સાની કોર્ટના ભરણપોષણ કેસના સજા વોરંટમાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

સાવરકુંડલા એડી.ચીફ. જ્યુડી મેજી. સાની કોર્ટના ભરણપોષણ કેસના સજા વોરંટમાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ પકડવા ખાસ સુચના આપેલ હોય જે અન્વયે શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્વારા નાસતા ફરતા આરોપી તથા નામદાર કોર્ટ તરફથી આવતા સજા વોરંટોની બજવણી કરવા અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન તથા સુચના આપેલ હોય તેમજ શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ જિ.અમરેલી નાઓના સીધા સુપરવીઝન હેઠળ પેરોલ ફર્લો ટીમ સજા/પકડ વોરંટમાં ફરાર આરોપી બાબતે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સોર્સ મારફતે હકીકત મેળવી સજા વોરંટના આરોપીને તા.૨૦/૦૪/૨૦૨૬ ના રોજ મુ.બાયડ તા.બાયડ જિ.અરવલ્લી ખાતેથી પકડી પાડેલ હોય અને આગળની ઘટતી કાર્યવાહી કરી અમરેલી જિલ્લા જેલ ખાતે સજા ભોગવવા સારૂ સોંપી આપવા તજવીજ કરેલ છે.

વિગતઃ- આ કામે આરોપીને પોતાની પત્નીને ભરણપોષણની રકમ રૂ.૩૦,૦૦૦/- ન ભરવાના કસુર બદલ એક માસની ૨૧ દીવસ લેખે બાકી રકમ નહી ચુકવવા બદલ પાંચ માસની કુલ-૧૦૫ દિવસની સાદી કેદની સજા ફરમાવવાનો હુકમ થયેલ હોય અને જે કામે આરોપી સજા વોરંટમાં ફરાર હોય જેને પકડી પાડેલ છે.

પકડાયેલ આરોપી:-રજનીકાંતભાઇ રમણીકભાઇ રાઠોડ ઉ.વ.-૩૧ ધંધો.-ડ્રાઇવીંગ રહે.શારદાકુંજ સોસા. જમણી બાજુ, ડાભા દહેગામ રોડ મુ.બાયડ તા.બાયડ જિ.અરવલ્લી

આ કામગીરી શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓની સુચના અન્વયે તથા શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી, અના.એ.એસ.આઇ. કૌશિકભાઈ જે. બેરા તથા અના.હેડ કોન્સ. પી.બી.સોંધરવા તથા જી.એમ.નગવાડીયા એ રીતેના જોડાયેલ હતા.

2
68 views

Comment