કિસન દાસ બાપુ ના ગુરુ શ્રી જનક દાસ બાપુની તિથિ ભંડારા નિમિત્તે ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
કિસન દાસ બાપુ ના ગુરુ શ્રી જનક દાસ બાપુની તિથિ ભંડારા નિમિત્તે ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
રાજુલા તાલુકાના માંડલ ગૌચર વિસ્તારમાં આવેલ ધારેશ્વર મહાદેવ આશ્રમ ના મહંત એવા કિશનદાસ બાપુ ના ગુરુની તિથિ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું.
ધારેશ્વર મહાદેવ આશ્રમ માં તિથિ ભંડારા નિમિત્તે કિશનદાસ બાપુએ આમંત્રિત કરેલ સાધુ સંતો મહંતો તેમજ માંડલ મોરંગી ડુંગરપરડા ચાંચ ઘેરા પટવા ડોળીયા છાપરી જેવા સેકડો ગામોના ભક્તજનો એ તિથિ ભંડારામાં આમંત્રણ ને માન આપી પધારી સર્વ ભક્તો જનોઈએ આશીર્વાદ મેળવ્યા.
તિથિ ભંડારા નિમિત્તે આશ્રમમાં બજરંગદાસ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી તેમજ સમૂહ પ્રસાદીનું આયોજન કરી અને રાત્રિના 9:30 કલાકે નામી અનામી કલાકારો દ્વારા ભજન તેમ જ સંતવાણી નો કાર્યક્રમ યોજાયો.
ભવ્ય સંતવાણી કાર્યક્રમ દરમિયાન માંડલ તેમજ આજુબાજુ ગામના ભક્તજનો તેમજ સંયમ સેવક દ્વારા તિથિ ભંડારાનો કાર્યક્રમ દરમિયાન સારી એવી જહેમત ઉઠાવીને ધારેશ્વર મહાદેવ આશ્રમ ના મહંત કિશનદાસ બાપુ ના આશીર્વાદ મેળવ્યા.
ભજન ભોજન તેમજ આરતી નો ત્રિવેણી સંગમ કરીને જનક દાસ બાપુની તિથિ ભંડારાનું આયોજન થયું.
રિપોટર. રફિક. મેમન. ડુંગર.