ચાણસ્મામાં 'જય ગૌમાતા' નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન: જાડેજા ઈલેવન ગોવના વિજેતા બની.....
ચાણસ્મામાં 'જય ગૌમાતા' નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન: જાડેજા ઈલેવન ગોવના વિજેતા બની.
ચાણસ્મા:
ચાણસ્માના પી.પી. પટેલ વ્યાયામ સંકુલ ખાતે ગૌમાતા અને અબોલ જીવોના લાભાર્થે આયોજિત ભવ્ય 'જય ગૌમાતા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૬'નું રવિવારે રાત્રે રંગેચંગે સમાપન થયું હતું. સેવાયજ્ઞના હેતુ સાથે યોજાયેલી આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ગોવનાની ટીમે શાનદાર પ્રદર્શન કરી ટ્રોફી પોતાના નામે કરી હતી.
૧૯ એપ્રિલ ૨૦૨૬ના રોજ રમાયેલી હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચમાં જાડેજા ઈલેવન (ગોવના) અને મહાદેવ ઈલેવન (મહેસાણા) સામસામે ટકરાયા હતા. રસાકસીભરી આ મેચમાં જાડેજા ઈલેવન ગોવનાએ ઉત્કૃષ્ટ બેટિંગ અને બોલિંગના જોરે મહેસાણાની ટીમને પરાજય આપી વિજય હાંસલ કર્યો હતો.
ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે વિજેતા અને રનર્સ-અપ ટીમને ટ્રોફી તથા ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ આયોજન થકી એકત્ર થયેલ ફંડ ગૌસેવા અને અબોલ પશુઓના કલ્યાણ અર્થે વાપરવામાં આવશે, જે બદલ રમતપ્રેમીઓ અને સ્થાનિકોએ આયોજકોની કામગીરીને બિરદાવી હતી.
રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા