logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સાવરકુંડલામાં જય પરશુરામ’ના ગગનભેદી નાદ સાથે બ્રહ્મતેજ પ્રગટ્યું : ભગવાન પરશુરામ પ્રાગટ્ય ઉત્સવની અભૂતપૂર્વ ઉજવણી

સાવરકુંડલામાં જય પરશુરામ’ના ગગનભેદી નાદ સાથે બ્રહ્મતેજ પ્રગટ્યું : ભગવાન પરશુરામ પ્રાગટ્ય ઉત્સવની અભૂતપૂર્વ ઉજવણી
--------------
પરશુરામ સેના આયોજિત ભવ્ય શોભાયાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ: સાવરકુંડલાના રાજમાર્ગો પર છવાયો ભક્તિ અને શિસ્તનો સંગામ.. વિશાળ સંખ્યામાં ભૂદેવોની ઉપસ્થિતિમાં મહાઆરતી અને બ્રહ્મભોજન યોજાયું...
----------------------
સાવરકુંડલા
“જય શ્રીપરશુરામ” હર હર મહાદેવ ના ગગનભેદી ઉદઘોષ સાથે સાવરકુંડલાની પવિત્ર ધરા પર ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામ દાદાના પ્રાગટ્ય ઉત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત પરશુરામ સેના દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શસ્ત્ર અને શાસ્ત્રના સમન્વય શ્રી પરશુરામ ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને બ્રહ્મ સમાજની શિસ્તબદ્ધ એકતાના દર્શન થયા હતા.
અક્ષય તૃતીયાના પાવન પર્વે બપોરે ભગવાન પરશુરામના વિધિવત પૂજન-અર્ચન બાદ સાંજે ૫:૦૦ કલાકે સાવરકુંડલાના મુખ્ય રાજમાર્ગો પર ભગવાન પરશુરામ દાદાની વિરાટ શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં શહેર તેમજ સમગ્ર તાલુકામાંથી બહોળી સંખ્યામાં ભૂદેવ પરિવારો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને જોડાયા હતા. ‘જય પરશુરામ’ ના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શોભાયાત્રા જે જે માર્ગો પરથી પસાર થઈ, ત્યાં નગરજનો દ્વારા પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા બ્રહ્મપુરી વાડી ખાતે સંપન્ન થઈ હતી, જ્યાં દાદાની દિવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. આ અવસરે ઉપસ્થિત સર્વો ભૂદેવોએ એક સાથે મહાપ્રસાદ ગ્રહણ કરી જ્ઞાતિ એકતા અને સંગઠનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ આયોજનને સફળ બનાવવા માટે પરશુરામ સેના - સાવરકુંડલા ના તમામ સ્વયંસેવકો એ દિવસ-રાત જોયા વગર ભારે જહેમત ઉઠાવી હતી. ઉત્સવની પૂર્વતૈયારીઓથી લઈને કાર્યક્રમના પૂર્ણ થવા સુધી સેનાના યુવાનોએ ખભેખભા મિલાવીને જે વ્યવસ્થા જાળવી હતી,
પરશુરામ સેનાના પ્રમુખ અમિતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, “આ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ આપણી સંસ્કૃતિનું જતન અને સંગઠનનું પ્રતીક છે. સાવરકુંડલાના દરેક ભૂદેવ પરિવારનો સહકાર આ કાર્યક્રમની ભવ્ય સફળતાનું મુખ્ય કારણ છે.

2
156 views

Comment