logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ......

*લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ*

*લોકશાહીનો આગવો અવસર પોતાના ભવિષ્યને વધુ બહેતર કરવા મતાધિકાર સ્વરૂપે તક પૂરી પાડે છે*

ભરૂચ- શનિવાર:- આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ અંતર્ગત ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય અને મતદારોમાં જાગૃતિ આવે તે હેતુથી જિલ્લા ચૂંટણીતંત્રના માર્ગદર્શન હેઠળ સ્વેપ-Systemat Voters Education and Electoral Participation (વ્યવસ્થિત મતદાર શિક્ષણ અને ચૂંટણી સહભા પ્રવૃત્તિઓ વેગવંત બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકાના વિવિધ મુખ્ય માર્ગો અને જાહેર= પર આકર્ષક હોર્ડિંગ્સ લગાવી મતદાન જાગૃતિનો સંદેશ વહેતો કરવામાં આવ્યો છે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરી અંતર્ગત નગરપાલિકા વિસ્તારના મુખ્ય ચા રસ્તાઓ, સરકારી કચેરીઓ અને વધુ અવર-જવર ધરાવતા વિસ્તારોમાં હોર્ડિંગ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. હોર્ડિંગ્સમાં “દરેક મત કિંમતી છે”, “લોકશાહીના પર્વમાં મતદાન અવશ્ય કરીએ” અને “૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોવ અચૂક મતદાન કરીએ” જેવા પ્રેરણાદાયી સૂત્રો દ્વારા નાગરિકોને લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા અપીલા કરવામાં આવી છે.

વિશેષમાં, શહેરી વિસ્તારના મતદારોમાં મતદાનની ટકાવારી વધે તે માટે 'સ્વીપ' ટીમ દ્વારા નવીનતમ અભિગ અપનાવવામાં આવ્યો છે. હોર્ડિંગ્સના માધ્યમથી મતદાનના દિવસ, સમય અને મતદાનના મહત્વ અંગેની જાણક સીધી રીતે નાગરિકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાના તમામ લાયક મતદારો કોઈપણ લાલચ વગર પવિત્ર ફરજ સમજીને મતદાન કરે તેવો ઉમદા આશય આ કામગીરી પાછળ રહેલો છે.

નોંધનીય છે કે, ભરૂચ પંથકમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સોશિયલ મીડિયા, શેરી નાટક, ફ્લેશ મોબ અને હોર્ડિંગ્સ જેવી વિવિધ પ્રવૃત્તિઓ થકી ચૂંટણીલક્ષી વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આગ તા. ૨૬ એપ્રિલના રોજ યોજાનાર મતદાનમાં લોકો ઉત્સાહભેર ભાગ લે તેવો છે. રાજ્ય ચૂંટણી આયોગના માર્ગદર્શનમાં જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નિષ્પક્ષ, ન્યાયી અને પારદર્શક રીતે યોજવા જિલ્લા ચૂં. તંત્ર તાલીમ સહિતની જરૂરી તૈયારીઓ સાથે સજ્જ થયું છે.... ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ....

4
277 views

Comment