logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ઓપન કેટેગરી સાથે અન્યાયના આક્ષેપ સીટ ફાળવણીમાં અસંતુલન સામે નારાજગી, પારદર્શિતા અને સમાન તકની માંગ

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ઓપન કેટેગરી સાથે અન્યાયના આક્ષેપ
સીટ ફાળવણીમાં અસંતુલન સામે નારાજગી, પારદર્શિતા અને સમાન તકની માંગ
પ્રેસ નોટ:
ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઓપન કેટેગરીમાં આવતા વર્ગોમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સીટ ફાળવણીમાં ઓપન કેટેગરીને નહીવત પ્રતિનિધિત્વ મળ્યું હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે.
ચર્ચાઓ દરમિયાન કેટલાક વર્ગો દ્વારા એવું પણ કહેવાઈ રહ્યું છે કે રાજકીય પક્ષો ખાસ કરીને OBC, ST અને SC વર્ગોને પ્રાથમિકતા આપી રહ્યા છે, જેના કારણે ઓપન કેટેગરીના મતદારો અને કાર્યકરોમાં અસમાનતાનો ભાવ ઉભો થયો છે.
કેટલાક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે વર્તમાન રાજકીય વ્યૂહરચના “સામાજિક સમીકરણ” પર આધારિત છે, જેનાથી ઓપન વર્ગને અવગણવામાં આવી રહ્યો છે. આ પરિસ્થિતિમાં ઓપન કેટેગરીના લોકો હવે વૈકલ્પિક રાજકીય વિકલ્પો અંગે વિચારણા કરી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે.
સાથે સાથે, ભ્રષ્ટાચારને લઈને પણ ગંભીર આક્ષેપો ઉઠાવવામાં આવ્યા છે. લોકોનો એવો મત છે કે સરકારી કામકાજમાં પારદર્શિતાનો અભાવ છે અને સામાન્ય કામ માટે પણ વધુ ખર્ચ કરવો પડે છે. જેના કારણે સામાન્ય નાગરિકોમાં અસંતોષ વધતો જાય છે.
ખેડૂતોને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. વિકાસના નામે જમીન અધિગ્રહણ પ્રક્રિયામાં યોગ્ય વળતર અને ન્યાય ન મળતા ખેડૂતોમાં રોષ છે. કેટલીક જગ્યાએ સરકારી સોદાઓને લઈને પણ પ્રશ્નો ઉભા થયા છે.
આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને, નાગરિકો દ્વારા સમાનતા, પારદર્શિતા અને ન્યાયપૂર્ણ નીતિઓની માંગ કરવામાં આવી રહી છે.

0
0 views

Comment