logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચાણસ્માના મંડલોપ ગામે કોંગ્રેસનું શક્તિપ્રદર્શન: ધારાસભ્ય દિનેશજી ઠાકોરની આગેવાનીમાં ડોર-ટુ-ડોર પ્રચાર.....

ચાણસ્માના મંડલોપ ગામે કોંગ્રેસનું શક્તિપ્રદર્શન: ધારાસભ્ય દિનેશજી ઠાકોરની આગેવાનીમાં ડોર-ટુ-ડોર પ્રચાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વચ્ચે ચાણસ્મા વિધાનસભા વિસ્તારના મંડલોપ ગામે કોંગ્રેસ પક્ષ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. આજે ચાણસ્માના લોકપ્રિય ધારાસભ્ય દિનેશજી આતાજી ઠાકોર ની પ્રેરક ઉપસ્થિતિમાં કોંગ્રેસના ઉમેદવારોએ ગામમાં ઘેર-ઘેર જઈને જનસંપર્ક કર્યો હતો. વડાવલી બેઠક પરથી જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર બાલુબેન વદાજી ઠાકોર અને તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર રીન્કુબેન જીતેન્દ્રકુમાર ઠાકોર આ પ્રચાર અભિયાનમાં જોડાયા હતા.
મંડલોપ ગામના વિવિધ મહોલ્લાઓમાં ઉમેદવારોએ રૂબરૂ જઈને ગ્રામજનોના આશીર્વાદ લીધા હતા.પ્રચાર દરમિયાન ધારાસભ્ય દિનેશજી ઠાકોરે ગ્રામજનો સાથે સંવાદ કરી સ્થાનિક સમસ્યાઓ સાંભળી હતી અને કોંગ્રેસ પક્ષના શાસનમાં વિકાસ કામોની ખાતરી આપી હતી.
ગામમાં કોંગ્રેસના આ પ્રચારને ગ્રામજનોનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો, જેનાથી કોંગ્રેસ છાવણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં વકીલ રમેશભાઈ દેસાઈ, ગૌતમભાઈ બારોટ, શહેર પ્રમુખ વરુણભાઈ વ્યાસ,નારણભાઈ, વદાજી,જિતેન્દ્રકુમાર અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા

13
223 views

Comment