logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ધટના ...! માવતર ની આંખો ખોલતો કીસ્સો !

અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ધટના ...! માવતર ની આંખો ખોલતો કીસ્સો !

ખાંભા તાલુકાના રામગઢ ગામની ધટના લખતા હાથ થર થર કાંપે છે !
રામગઢ ગામમા રહેતા નાજાભાઈ મહિડા ને ત્રણ સંતાનો જેમા એક દિકરી અને બે દિકરા જેમાં મોટો પાર્થ ( ઉ.૧૦ વર્ષ )અને નાનો રુદ્ર ( ઉ.૮ વર્ષ )બન્ને ભાઈઓ વિચાર્યું "માં"કપડાં ધોવા નદીએ ગય છે હાલ આપડે બે " ભાઈ " નાવા જયે વિચારી બંને ભાઈઓ નદી તરફ હાળી નિકળ્યા પણ એ બાળબુધ્ધિ ને ક્યાં ખબર હતી કે ત્યાં કાળ અમારી રાહ જોઈ રહ્યો છે ! નદીએ પહોંચી બન્ને ભાઈઓએ વિચાર્યું હશે કે માં આગળ ક્યાં કપડા ધોતી હશે હાલને આયા જ નાય લયે ? કપડાં કાઢી બંને ભાઈઓ કાળઝાળ ગરમી, ધગધગતા તાપથી થાકી નાવાના આનંદ માં ખાબક્યા નદી માં ત્યાં તો બંને પાણીમાં રહેલા કાદવમા ગરકાવ થઈ ગયા ! એના પરીવાર અને રામગઢ વાસીયોને છેલ્લા રામ - રામ કહી ગયા આજુબાજુ કોઈ માણસો પણ ન હતા જો હોત તો કદાચ આ ભુલકાઓને બચાવી શકાયા હોત ?
પરીવાર ને જાણ થતાં તે રો - કકળ કરતા નદીએ પહોંચ્યા તાત્કાલિક સારવાર માટે દવાખાને લય જવામાં આવ્યા પણ વિધાતા ને ક્યાંક બિજુ હોય તેમ ત્યાં ફરજ પરના ડોક્ટરે બન્ને ભાઈઓ ને મૃત જાહેર કર્યા..!
આ ગોઝારી ધટનાની જાણ થતાં રામગઢ ગામ પણ સ્તબ્ધ થય ગયુ હદય પર પથ્થર રાખી એક જ ગોર ( કબર ) બંને ભાઈઓ ની સાથે જ દફન વિધિ કરવામાં આવી !

કોણે શું ખોયું....?

"બેને રાખડી નો બાંધનારો માડી જાયો વિર ખોયો !"
" માં એ નોધારા નો આધાર ખોયો ! "
" બાપે ધડપણ નો છાંયો ખોયો ! "

6
1606 views

Comment