કંબોઈ જિલ્લા પંચાયતના ઉમેદવાર આશાબેન ઠાકોરે ધરમોડા ગામે ગોગા મહારાજના આશીર્વાદ લઈ ડોર-ટુ-ડોર પ્રચાર કર્યો...
કંબોઈ જિલ્લા પંચાયતના ઉમેદવાર આશાબેન ઠાકોરે ધરમોડા ગામે ગોગા મહારાજના આશીર્વાદ લઈ ડોર-ટુ-ડોર પ્રચાર કર્યો...
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે, ત્યારે કંબોઈ જિલ્લા પંચાયત સીટના લોકપ્રિય ઉમેદવાર ઠાકોર આશાબેન વિક્રમજી દ્વારા આજે ધરમોડા ગામ ખાતે ભવ્ય જનસંપર્ક અને પ્રચાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.પ્રચારની શરૂઆત કરતા પૂર્વે આશાબેન ઠાકોરે ધરમોડા ગામે આવેલા પવિત્ર ગોગા મહારાજ મંદિરે દર્શન કરી વિજય માટેના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમર્થકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગોગા મહારાજના આશીર્વાદ મેળવ્યા બાદ તેમણે ગામમાં વિજય સંકલ્પ સાથે પ્રચારની શરૂઆત કરી હતી. બાદ ઉમેદવારે ગામના વિવિધ મહોલ્લાઓમાં ડોર-ટુ-ડોર પ્રચાર હાથ ધર્યો હતો. તેમણે વ્યક્તિગત રીતે ગ્રામજનોને મળીને તેમની સમસ્યાઓ સાંભળી હતી અને આગામી સમયમાં વિસ્તારના વિકાસ માટે પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી. ધરમોડા ગામમાં ડોર-ટુ-ડોર પ્રચાર દરમિયાન ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મહિલાઓ અને વડીલોએ આશાબેન ઠાકોરનું ભવ્ય સ્વાગત કરી વિજયી ભવના આશીર્વાદ પાઠવ્યા હતા. પ્રચાર દરમિયાન સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા, જેનાથી પ્રચારમાં જોરદાર ગતિ જોવા મળી હતી.
રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા