ચાણસ્માના સરદારપુરામાં ભક્તિસભર માહોલમાં ફુલબાઈ માતાજીના નવીન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન....
ચાણસ્મા ના સરદારપુરા ખાતે આવેલ ફુલબાઈ માતાજીના નવનિર્મિત મંદિરમાં આજરોજ ભક્તિસભર વાતાવરણમાં ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે સમગ્ર પંથક માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
મહોત્સવના પ્રારંભે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે નવચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિદ્વાન ભૂદેવો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે આહુતિઓ આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો.મંદિરના ગર્ભગૃહમાં માતાજીના નૂતન સ્વરૂપ (ફોટો)ની વિધિવત સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે માતાજીને વિશેષ શણગાર કરવામા આવ્યો હતો. અને માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
આ મહોત્સવમાં સ્થાનિક ભક્તો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. રાત્રે માતાજીની જાતર પણ કરવામાં આવી હતી જેમાં ગામેગામ ના ભુવાજીઓ પધાર્યા હતા.જેમાં ભોજન પ્રસાદ ના દાતા સ્વ: પટેલ બાબુભાઈ બેચરદાસ (હસ્તે: પટેલ અતુલભાઈ બાબુભાઈ), પત્રિકા ના દાતા દેસાઈ પરેશકુમાર બળદેવભાઈ અજીમાના, માતાજીના ફોટા ના દાતા ફૂલબાઈ સ્ટુડિયો ચાણસ્મા (હસ્તે: અમિતભાઈ) રહ્યા હતાં. ભુવાજી પ્રકાશ ભાઈ એ સમગ્ર દાતાઓ નો આભાર માન્યો હતો.
રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા