logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

માનવતા મહેકી: સેવાળાના ખેડૂતોએ પોતાની મહેનતની કમાણીમાંથી ૮૦ મણ ઘઉં અર્પણ કર્યા......

ચાણસ્મા તાલુકામાં સેવાળા ગામના ખેડૂતોએ મહિપતસિંહ ફાઉન્ડેશન ટ્રસ્ટ ગામ લવાલ તા.વસો જી.ખેડા ના સેવા કાર્યમાં સહયોગ આપ્યો.ગામના યુવાન ખેડૂત વિરેન્દ્રભાઈ સહિત અંદાજે ૧૦ થી ૧૨ ખેડૂતોએ ટ્રસ્ટને ૮૦ મણ ઘઉંનું દાન કર્યું હતું.આ દાન લવાલ ખાતે આવેલા મહિપતસિંહ ફાઉન્ડેશન ટ્રસ્ટના સંકુલ માં કરવામાં આવ્યું હતું.
ચરોતર પંથકમાં મહિપતસિંહ ફાઉન્ડેશન ટ્રસ્ટ શિક્ષણ અને વૃદ્ધોની સેવાના કાર્યો માટે જાણીતું છે. ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકોના શિક્ષણ, જરૂરિયાત મંદ પરિવારોની દીકરીઓના સમૂહ લગ્નોનું આયોજન અને નિરાધાર વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમ સહિત ના સેવા યજ્ઞો ચલાવવામાં આવે છે. સેવાળા ના ખેડૂતોએ મહિપતસિંહ દ્વારા કરવામાં આવતી સામાજિક, શૈક્ષણિક અને લોકસેવામાં સહયોગી બની ધન્યતા અનુભવી હતી.ઘઉ દાન આપવા ગયેલા યુવા ખેડૂત ટીમે શનિવારે વૃદ્ધાશ્રમ સહિત ટ્રસ્ટ ના સંકુલમાં ભોજન દાતા બનીને પણ સેવા આપી હતી.

રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા

7
537 views

Comment