logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ તરફથી પશ્ચિમ ઝોન (રાંદેર ) વિસ્તારના પાણી પુરવઠા અંગેની અગત્યની જાહેરાત.

પશ્ચિમ ઝોન(રાંદેર) વિસ્તારમાં જોગાણીનગર જળવિતરણ મથક ખાતે આવેલ ઓવરહેડ ટાંકીના ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક વિસ્તારોમાં તા. ર૦/૦૪/ર૦ર૬ મંગળવાર ના રોજ સાંજના સમયે અપાતો પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે. જે અંગેની અગત્યની જાહેરાત
સુરતના શહેરીજનોને સુરત મહાનગરપાલિકા ધ્વારા અપાતી તમામ સેવાઓ શ્રેષ્ઠત્તમ કક્ષાની મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા હંમેશ કટીબધ્ધ છે. સુરત મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગ ધ્વારા સુરત શહેરમાં સમાવિષ્ટ વિસ્તારમાં નિયત સમયમર્યાદામાં, પુરતા જથ્થામાં તેમજ ગુણવત્તા સાથે પાણી પુરવઠો પુરો પાડવા હંમેશા પ્રયત્નશીલ રહે છે. સુરત શહેરના વિસ્તારમાં આવેલ જોગાણીનગર જળવિતરણમથક, અડાજણ માંથી આપવામાં આવતા પાણી પુરવઠામાં પાણીના પ્રેશરમાં સુધારો કરવા અંગે ૦પ (પાંચ) DMA વિસ્તારમાં પાણીનો જથ્થો નિયંત્રિત કરવા માટે હયાત મુખ્ય કોમનહેડર લાઈન માંથી નીકળતી ઓવરહેડ ટાંકીમાં પાણી પહોંચાડતી / ચઢતી ૧પ૦૦ મી.મી. વ્યાસની એમ.એસ. નળીકા પર વાલ્વ ફિટીંગ તથા ESR 3 અને ESR 4 ટાંકીઓ ભરવા માટેની રાઈઝીંગ મેઈન લાઈનને કોમનહેડરમાં જોડવાની અગત્યની કામગીરી તા.ર૦/૦૪/ર૦ર૬ સોમવારના રોજ હાથ ધરવામાં આવનાર હોય, નીચે જણાવેલ તારીખના રોજ જણાવેલ વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે.
પશ્ચિમ ઝોન(રાંદેર) ના નીચે દર્શાવેલ વિસ્તારોમાં તા.ર૦/૦૪/ર૦ર૬ સોમવારના રોજ અપાતો પાણી પુરવઠો સદંતર બંધ રહેનાર છે.
૧. તા. ર૦/૦૪/ર૦ર૬
(સાંજનો સપ્લાય પ.૩૦ થી ૮.પ૦ સાંજે)
જોગાણીનગર જળવિતરણ મથક ખાતે આવેલ ઓવરહેડ ટાંકીના ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં આવતા સાંજના સપ્લાયનો વિસ્તાર

(A) મેરૂલક્ષમી સોસાયટી, રંગઅવધુત સોસાયટી વિભાગ-૩, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સુમન સંધ્યા આવાસ, હયાત રેસીડેન્સી, રોયલ હેરીટેજ, કોઝ-વે ની આસપાસની સોસાયટીઓ / લાગુ વિસ્તારો.

(B) શાશ્વત કોમ્પ્લેક્ષા, રીયલ કેદાર ભવન, સાકાર રો હાઉસ, ગોવિંદનગર, સહજધામ રો હાઉસ, વસંત વિહાર રો હાઉસ, સનાઈ રેસીડેન્સી, પરશુરામ ગાર્ડન, એલ.પી. સવાણી સ્કુલ, સુમન વિહાર, મિલન પાર્ક, ગ્રીન વેલી રેસીડેન્સી, શુકન રેસીડેન્સી, શુભમ પાર્ક, યમુના કોમ્પ્લેક્ષા, પ્રવેગ રો હાઉસ, ઋતુરાજ રો હાઉસ, સજની રો હાઉસ, મહર્ષિ અરવીંદ સોસાયટી વિગેરે તથા તેની આસપાસની સોસાયટીઓ / લાગુ વિસ્તારો.

(C) રામકુટીર રો હાઉસ, ભાગ્યનિધી રો હાઉસ, સાંઈ જયોત રો હાઉસ, શીખર કોમ્પ્લેક્ષા, વિશાલ રો હાઉસ, પાલવ રો હાઉસ, ગોવર્ધન પાર્ક, સરગમ પાર્ક, જલારામ નગર, કિ્રસ્ટલ કોમ્પલેક્ષા, અક્ષારધામ સોસાયટી, શીવ આશિષ, રાધા પાર્ક, ડી-માર્ટ, સૂર્યોદય કોમ્પ્લેક્ષ, કરણ પાર્ક, હરીદર્શન સોસાયટી, રામેશ્વર સોસાયટી, યમુના કોમ્પ્લેક્ષ, ઉમિયા પાર્ક, હરીદ્વાર સોસાયટી, આત્મન પાર્ક વિગેરે તથા તેની આસપાસની સોસાયટીઓ / લાગુ વિસ્તારો.

(D) માતૃ છાયા રો હાઉસ, સાંઈ વિહાર રો હાઉસ, મણીનગર સોસાયટી, કેદાર પાર્ક, સાંઈ લીલા રો હાઉસ, આશાનગર, શિવ રો હાઉસ, સંસ્કાર પાર્ક, ઉમા પાર્ક સોસાયટી, કૃપા સૃષ્ટિ, ક્રિષ્ણ સૃષ્ટિ, હરીઓમ નગર, મણી રત્ન એપાર્ટમેન્ટ એન્ડ રો હાઉસ, શ્રીનાથ સોસાયટી, રેવાનગર સોસાયટી, નવરંગ સોસાયટી, કંકુનગર, પ્રસંગ રેસીડેન્સી, વેસ્ટર્ન વીલા, ગ્રીન એવેન્યુ, ટી.જી.બી. રેસ્ટોરન્ટ, ગુરૂકૃપા સોસાયટી, વિષ્ણુ સોસાયટી, યોગેશ્વર પાર્ક, રેખા પાર્ક વિગેરે તથા તેની આસપાસની સોસાયટીઓ / લાગુ વિસ્તારો.

(E) રાંદેર ગામતળ તથા તેની આસપાસની સોસાયટીઓ / લાગુ વિસ્તારોમાં પાણી પુરવઠો ઓછા પ્રેશરથી /ઓછા જથ્થામાં/નહીંવત મળવાની શકયતા રહેલ છે.
ઉપરોકત બાબતની જાહેર જનતાએ નોંધ લઈ, જરૂરીયાત મુજબનો પાણી પુરવઠો અગાઉથી સંગ્રહ કરી તેનો બચતપૂર્વક ઉપયોગ કરવા વિનંતી. વધુમાં નાગરિકોએ સહકાર આપવા વિનંતી તથા થનાર અગવડતા બદલ આથી દિલગીરી વ્યકત કરવામાં આવે છે. કામગીરી પૂર્ણ થયેથી પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

0
99 views

Comment