સેધા ગામે ચૂંટણીનો ગરમાવો: જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોનો ડોર-ટુ-ડોર પ્રચાર....
સેધા ગામે ચૂંટણીનો ગરમાવો: જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોનો ડોર-ટુ-ડોર પ્રચાર.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ઉમેદવારોએ મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. આજે કંબોઇ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર આશા બેન વિક્રમજી ઠાકોર અને ખારીધારિયાલ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર બીજલજી ફુલાજી ઠાકોર દ્વારા સેધા ગામે સઘન જનસંપર્ક કરવામાં આવ્યો હતો. ઉમેદવારોએ સેધા ગામે સિકોતર માતાજી ના મુળ સ્થાનકે દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને ગામના વિવિધ મહોલ્લામાં ઘરે-ઘરે જઈ વડીલોના આશીર્વાદ લીધા હતા અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો.પ્રચાર દરમિયાન ગ્રામજનોએ પીવાના પાણી, રસ્તા અને શિક્ષણ જેવા પાયાના પ્રશ્નો અંગે ઉમેદવારોનું ધ્યાન દોર્યું હતું. ઉમેદવારોએ આ પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી.મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો પ્રચારમાં જોડાયા હતા, જે ઉમેદવારો પ્રત્યેના વધતા સમર્થનનો સંકેત આપે છે.
ચૂંટણી નજીક આવતા જ ચાણસ્મા પંથકમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે અને ઉમેદવારો મતદારોનો વિશ્વાસ જીતવા રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.
રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા