નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષનો મેન્ડેટ નહીં હોવાનાં કારણે કોંગ્રેસનાં તમામ 20 ઉમેદવારી ફોર્મ રદ થયા હતા. જ્યારે એક અપક્ષનું ફોર્મ
નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષનો મેન્ડેટ નહીં હોવાનાં કારણે કોંગ્રેસનાં તમામ 20 ઉમેદવારી ફોર્મ રદ થયા હતા. જ્યારે એક અપક્ષનું ફોર્મ રદ થતાં ભાજપ કુલ 24 પૈકી 21 બેઠકો પર બિનહરીફ થઈ છે. આમ કોંગ્રેસે ગણદેવી નગર પાલિકા ગુમાવી દીધી છે. હવે મેદાનમાં 3 ઉમેદવારો છે. સંભવત: ફોર્મ ખેંચવાનાં દિવસે આ ત્રણ સીટ પણ બિન હરીફ કરવાની તૈયારી ભાજપે કરી લીધી છે.
ગણદેવી નગરપાલિકાનાં કુલ 6 વોર્ડની 24 બેઠકોની ચૂંટણી માટે ભાજપે 49, કોંગ્રેસે 20 અને અપક્ષ મળી 69 ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાં કોંગ્રેસી ઉમેદવારોના ફોર્મ સાથે પક્ષનો મેન્ડેટ નહીં હોવાથી તેને રદ કરાયા હતા. જ્યારે એક અપક્ષનું મળીને કુલ 21 ઉમેદવારી ફોર્મ કેન્સલ થયા હતા. જેના પગલે ભાજપે 24 પૈકી 21 બેઠકો બિનહરીફ મેળવી છે. હવે ભાજપનાં 3 ઉમેદવારોએ અપક્ષો સામે ચૂંટણી લડવાની આવી છે.