logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા ની પ્રેરક ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 135 મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ.

લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા ની પ્રેરક ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 135 મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ.

દેશના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકર નો જન્મ 14 એપ્રિલ 1891 ના રોજ થયો હતો ડોક્ટર બાબા સાહેબ ના સન્માનમાં દેશભરમાં આ દિવસ મનાવવામાં આવે છે. આજરોજ દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ડોક્ટર ભીમ રાવ આંબેડકર સાહેબના 135 માં જન્મ દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી છોટાઉદેપુર પાવર હાઉસ ચાર રસ્તા ખાતે નગરપાલિકા છોટાઉદેપુર અને દલિત સમાજ દ્વારા ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી અને પુષ્પાંજલિ અર્પણ કરી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી. ડોક્ટર ભીમ રાવ બાબા સાહેબ આંબેડકર અમર રહો ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ નગરપાલિકા વિવિધ સમિતિના ચેરમેન શ્રીઓ પાલિકાના સભ્યશ્રીઓ દલિત સમાજના આગેવાનો નગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડોક્ટર બાબા સાહેબ ની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા.

1
8 views

Comment