છોટાઉદેપુર ફાયર સ્ટેશન ખાતે નેશનલ ફાયર સર્વિસ ડે ની ઉજવણી કરાઈ
છોટાઉદેપુર ફાયર સ્ટેશન ખાતે નેશનલ ફાયર સર્વિસ ડે ની ઉજવણી કરાઈ
ભારત દેશમાં દર વર્ષની 14 મી એપ્રિલના દિવસે રાષ્ટ્રીય અગ્નિસમન સેવાદિન ની ઉજવણી કરવામાં આવે છે. ૧૪મી એપ્રિલ ૧૯૪૪ ના દિવસે મુંબઈના બંદર ડોકિયાળ ખાતે ફોર્ટ સ્ટીકેન નામના માલવાહક જહાજમાં અકસ્માતે આગ લાગી હતી.
આ જહાજમાં રૂની ગાંસડીઓ વિસ્ફોટકો તેમજ યુદ્ધ સામગ્રી ભરેલી હતી તેમાં અકસ્માતે આગ લાગતા અગ્નિ સમન સેવાના કર્મચારીઓ આગ ઓલલવાનું કાર્ય કરતા હતા,
આ દરમિયાન જહાજમાં વિસ્ફોટક સામગ્રી હોવાને કારણે 66 અગ્નિસમન સેવાના કર્મચારીઓ આગની લપેટમાં આવી વીરગતિ પામ્યા હતા,
આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમજ આગથી બચવાના ઉપાય માટે જનજાગૃતિ લાવવા હેતુસર દેશભરમાં આ દિવસ મનાવવામાં આવે છે,
આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકાના ફાયર સ્ટેશન ખાતે રાષ્ટ્રીય અગ્નિસમન સેવા દિનની ઉજવણી કરવામાં આવી હતી અને 14 એપ્રિલ 1944 ના દિવસે અગ્નિસમસ સેવાના કર્મચારીઓ આગ ઓલવવા ના કાર્ય સમયે આગની લપેટમાં આવી વીરગતિ પામ્યા હતા.
આ તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલા કોલી, કારોબારી અધ્યક્ષ અલ્પા શાહ સહિતના પાલિકાના વિવિધ સમિતિના ચેરમેનો સભ્યો અગ્નિસમન વિભાગના કર્મચારીઓ અને અગ્નિ સમન સેવાના તાલીમાર્થી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને છોટાઉદેપુર ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા નગરમાં આગથી બચવાના ઉપાયો માટે જનજાગૃતિ લાવવાના હેતુસર ફાયર વિભાગના અદ્યતન સાધનોની એક રેલી ફાયર સ્ટેશન થી નિકળી નગરમાં ફરી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા
બાઈટ...... ફાયર ઓફિસર છોટાઉદેપુર