logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ઓપન વર્ગને અવગણવાનો આક્ષેપ, સમાન પ્રતિનિધિત્વ માટે ઉઠી માંગ

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ઓપન વર્ગને અવગણવાનો આક્ષેપ, સમાન પ્રતિનિધિત્વ માટે ઉઠી માંગ
સુરત, તા. 14 એપ્રિલ 2026: ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈ ઓપન વર્ગના સમાજમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. વિવિધ વિસ્તારોમાં ઉમેદવારી ફાળવણી દરમ્યાન ઓપન કેટેગરીને પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં ન આવ્યાના આક્ષેપો સામે આવી રહ્યા છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે વર્ષોથી શિક્ષણ, નોકરી, પ્રમોશન તેમજ રાજકીય ક્ષેત્રે ઓપન વર્ગને સતત અવગણવામાં આવી રહ્યો છે, જેના કારણે અસંતુલનની સ્થિતિ ઊભી થઈ રહી છે.
આગેવાનોનું માનવું છે કે તમામ વર્ગોને સમાન તક અને ન્યાય મળવો જોઈએ, પરંતુ કોઈ એક વર્ગને વધુ પ્રાધાન્ય આપીને અન્ય વર્ગને પાછળ રાખવું યોગ્ય નથી. આ મુદ્દે સરકાર તથા રાજકીય પક્ષો પાસે યોગ્ય રજૂઆત કરી સમાનતા આધારિત ઉમેદવારી ફાળવણી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. સાથે જ જણાવાયું છે કે જો આ પ્રશ્નનો યોગ્ય ઉકેલ નહીં આવે તો મતદારો લોકશાહી રીતે પોતાનો વિરોધ નોંધાવશે.
સમાજના પ્રતિનિધિઓ દ્વારા તમામ નાગરિકોને શાંતિપૂર્ણ અને સમજદારીપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

0
0 views

Comment