"ચાણસ્મા ભાજપે ફૂંક્યું સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીનું રણશિંગું; પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોરે કાર્યકરોને જીતનો મંત્ર આપી કાર્યાલય ખુલ્લું મૂક્યું"......
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી (પંચાયત ચૂંટણી 2026) ના પગલે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત ચાણસ્મા ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું છે.દિલીપજી ઠાકોર દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરી તમામ ઉમેદવારો અને કાર્યકરોને જીત માટેના સંકલ્પ સાથે કામે લાગી જવા આહવાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ચાણસ્મા તાલુકા અને શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના સંયોજકો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ દ્વારા ચાણસ્મા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે પોતાના ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
ચૂંટણી કાર્યાલયના પ્રારંભ સાથે જ ભાજપ દ્વારા ડોર-ટુ-ડોર પ્રચાર અને લોકસંપર્ક અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે.
રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા