ચાણસ્મામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી....
ચાણસ્મામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી.....
આજે 14મી એપ્રિલના રોજ ચાણસ્મા પંથકમાં બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સવારથી જ અનુસૂચિત જાતિના લોકો અને બાબા સાહેબના અનુયાયીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા. ચાણસ્માના ઉગમણાવાસમાં દલિત યુવાનો દ્વારા બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.સમગ્ર વાતાવરણ 'જય ભીમ'ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનોએ બાબા સાહેબના સંઘર્ષને યાદ કરી, સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને એકતા જાળવવા હાકલ કરી હતી. આ પ્રસંગે ચાણસ્મા નગરપાલિકા પ્રમુખ પ્રતિક્ષાબેન પટેલ, જય પટેલ (શહેર પ્રમુખ ભાજપ),ડોડિયા પરિવાર સમાજ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ ડૉ. વિનુભાઈ ,રાકેશભાઈ પરમાર કોર્પોરેટર,પ્રવિણસિંહ પરમાર (પ્રમુખ પાટણ જીલ્લા ઉત્કર્ષ મંડળ),મંજુબેન વાઘેલા (કોર્પોરેટર ),,ગીતાબેન શ્રીમાળી (કોર્પોરેટર ),આરતીબેન પરમાર (કોર્પોરેટર ), નરોત્તમભાઈ પરમાર,દિવંગત હેમચંદભાઈ દેવાભાઈ જાદવ પરિવાર (ગામ – ચાણસ્મા),દિનેશકુમાર ડાહ્યાલાલ પરમાર હાજર રહ્યાં હતા.
રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા