logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચાણસ્મામાં સેવાકીય પહેલ: ભારત વિકાસ પરિષદ દ્વારા 4 ઠંડા પાણીની પરબ ખુલ્લી મુકાઈ......

ચાણસ્મામાં સેવાકીય પહેલ: ભારત વિકાસ પરિષદ દ્વારા 4 ઠંડા પાણીની પરબ ખુલ્લી મુકવામાં આવી.ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતા જ રાહદારીઓ અને શ્રમિકોને પીવાના શુદ્ધ અને ઠંડા પાણીની સુવિધા મળી રહે તેવા હેતુથી ચાણસ્મા શહેરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. સંસ્થા દ્વારા ઉદાર દાતાઓના આર્થિક સહયોગથી શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 4 ઠંડા પાણીની પરબનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

જેમાં બેંક ઓફ બરોડા ની પાસે, હનુમાન દાદા મંદિર ટાવર ચોક, પંખી નિવાસ તેમજ રામાપીર મંદિર રેલ્વે સ્ટેશન પાસે, એમ અલગ અલગ જગ્યા એ કુલ ચાર ઠંડા પાણી ની પરબ નો આજે શુભારંભ કરવામા આવ્યો. જેમાં તમામ દાતાશ્રી ઓ તથા ભારત વિકાસ પરિષદ ના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ ચાણસ્મા ના આગેવાનો હાજર રહ્યા હતાં.

રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા

123
6666 views

Comment