ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ...
૯/૦૪/૨૦૨૬..
*સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬*
*સરકારી એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના સંચાલન માટે પોલિંગ ઓફિસરોનો તાલીમ કાર્યક્રમ યોજાયો*
ભરૂચ – ગુરુવાર - સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સંકળાયેલા નગરપાલિકાઓના પોલીંગ ઓફિસરોની તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો. બે તબક્કામાં અંદાજિત ૬૦૦ જેટલા પોલિંગ ઑફિસર અને આસિસ્ટન્ટ પોલિંગ ઑફિસરોએ તાલીમ મેળવી હતી.
આગામી ૨૬ મી એપ્રિલના રોજ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક ચૂંટણીઓ પારદર્શક રીતે યોજાઈ અને ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન મતદારોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં બે તબક્કામાં ૬૦૦ જેટલા પોલીંગ ઓફિસરો અને આસિસ્ટન્ટ પોલિંગ ઑફિસરનો તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો.
આ તાલીમમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે માસ્ટર ટ્રેનર્સ દ્વારા અધિકારીશ્રીઓને ક્ષતિરહિત માર્ગદર્શિકા પ્રેઝન્ટેશનના માધ્યમથી આપવામાં આવી હતી. પોલિંગ ઓફિસરોને બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટના જોડાણ, સીલિંગ પ્રક્રિયા અને મોકપોલ (Mock Poll) અંગે પ્રાયોગિક પ્રદર્શન દ્વારા સમજ આપવામાં આવી હતી. મતદાન મથક પર મતદારોની ઓળખ સ્થાપિત કરવી, મતદાર રજિસ્ટર નિભાવવા જેવી મહત્વની જવાબદારીઓ વિશે વિગતવાર માર્ગદર્શન અપાયું હતું. સાથોસાથ પોલિંગ ઑફિસરોને મતદાન મથકે લેવામાં આવનાર તમામ પ્રકારની કામગીરી અને મતદાન માટેના ઈવીએમ મશીનના ઉપયોગ અંગેની લાઈવ ડેમો તાલીમ સાથેની માહિતી પૂરી પાડવામાં આવી હતી.
હતું. તાલીમ દરમિયાન ઓફિસરોની મૂંઝવણો અને પ્રશ્નોનું તજજ્ઞો દ્વારા સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું
આ પ્રસંગે, મદદનિશ ચૂંટણી અધિકારીશ્રી, મામલતદારશ્રી તથા ચૂંટણી શાખાના અધિકારીઓ અને માસ્ટર ટ્રેનર્સ ઉપસ્થિત રહ્યા હતા.... ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ....