રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ
ઓલપાડ તાલુકાના ખેડુતો દ્વારા એચ.વી.ડી.સી. ટ્રાન્સમિશન લી.ને રજૂઆત, જાહેર નોટિસ રદ કરવાની માંગ.
તારીખ: 10 એપ્રિલ 2026 | સ્થળ: અમદાવાદ
ઓલપાડ તાલુકાના ખેડુતો દ્વારા એચ.વી.ડી.સી. ટ્રાન્સમિશન લિમિટેડ, 13મો માળ, સાઉથ કે.પી. એસ-3, એસ.પી.ડી.સી. ટ્રાન્સમિશન, એપિટોમ, મકરબા, અમદાવાદ-380051 ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત નકલ રૂબરૂ મળીને પણ સોંપવામાં આવી .
ખેડુતો દ્વારા તા. 22/02/2026ના રોજ “સંદેશ” અખબારમાં પ્રસિદ્ધ થયેલી મહેર નોટિસને રદ કરવાની માંગ કરવામાં આવી છે. ખેડુતોના જણાવ્યા અનુસાર, નોટિસમાં 2 મહિનાના સમયગાળા દરમિયાન વાંધા અને સૂચનો રજૂ કરવા જણાવાયું હતું, પરંતુ હજુ સુધી તમામ અસરગ્રસ્તોને યોગ્ય રીતે સાંભળવાની તક આપવામાં આવી નથી.
ખેડુતોના કહેવા મુજબ, ગુજરાત રાજ્યના 26 જિલ્લાઓ, 226 તાલુકાઓ અને 497 ગામોમાંથી અંદાજે 1696 જેટલા વાંધા અને સૂચનો રજૂ થયા છે. તેમ છતાં, તમામ રજૂઆતોને પૂરતું મહત્વ આપ્યા વિના પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી રહી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
ખેડુતોની માંગ છે કે અંતિમ નિર્ણય લેતા પહેલા દરેક અસરગ્રસ્ત ખેડૂતને વ્યક્તિગત સુનાવણી આપવામાં આવે. તેથી “સંદેશ”માં પ્રસિદ્ધ જાહેર નોટિસ રદ કરી નવી અને પારદર્શક પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.
આ રજૂઆત ઓલપાડ તાલુકાના ખેડુતોના પ્રતિનિધિ તરીકે હર્ષદ પટેલ, જયેશ પટેલ સાથે 300થી વધુ ખેડુતો દ્વારા કરવામાં આવી છે.
હવે આ મુદ્દે સંબંધિત તંત્ર શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું છે.