પાટીદાર પ્રીમિયર લીગ-2 ની મેગા ફાઇનલ 12 એપ્રિલે સુરતમાં, લાલજીભાઈ પટેલ મુખ્ય મહેમાન રહેશે
પાટીદાર પ્રીમિયર લીગ-2 ની મેગા ફાઇનલ 12 એપ્રિલે સુરતમાં, લાલજીભાઈ પટેલ મુખ્ય મહેમાન રહેશે
પ્રેસ નોટ
સુરત, તા. 08 એપ્રિલ 2026
પાટીદાર સમાજમાં એકતા, સ્વાભિમાન અને યુવા શક્તિને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત “પાટીદાર પ્રીમિયર લીગ – 2” ની ભવ્ય મેગા ફાઇનલ તા. 12 એપ્રિલ 2026, રવિવારના રોજ રાત્રે 8:00 કલાકે ગાંધી મેદાન, ભીમરાડ રોડ, સુરત ખાતે યોજાનાર છે.
આ પ્રસંગે શ્રી સરદાર પટેલ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી સમાજના યુવાનોને માર્ગદર્શન આપશે તથા નવી ઉર્જા અને પ્રેરણાનો સંચાર કરશે.
આ મેગા ફાઇનલ માત્ર રમતગમતનો કાર્યક્રમ નથી, પરંતુ સમાજના યુવાનોમાં એકતા, શિસ્ત અને સંગઠન ભાવના વિકસાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ ટીમો વચ્ચે રસપ્રદ મુકાબલાઓ યોજાશે, જેનાથી ઉત્સાહભર્યો માહોલ સર્જાશે.
આ ઐતિહાસિક અવસરે આયોજક મંડળ દ્વારા સર્વે સમાજજનને અપીલ કરવામાં આવે છે કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવે અને સમાજની એકતા અને શક્તિનું પ્રદર્શન કરે.
અંતમાં આયોજકોએ જણાવ્યું હતું કે યુવાનોની શક્તિ અને સમાજની એકતા જ સાચી તાકાત છે, અને હવે સમય આવી ગયો છે કે પોતાના હકો માટે મજબૂત અવાજ ઉઠાવવામાં આવે.
યુવા એકતા ઝિંદાબાદ!