અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ચૂંટણી નજીક આવતા ફરી એકવાર ભાજપના કેટલાક નેતાઓ જાણે-જોઈને જૂના અને ભેદભાવ ફેલાવનારા મુદ્દાઓને જીવંત કરવાની કોશિશ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ચૂંટણી નજીક આવતા ફરી એકવાર ભાજપના કેટલાક નેતાઓ જાણે-જોઈને જૂના અને ભેદભાવ ફેલાવનારા મુદ્દાઓને જીવંત કરવાની કોશિશ કરી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા ‘ખડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ’ જેવી ભાષાનો ઉપયોગ કરવો માત્ર બેદરકાર નિવેદન નથી, પરંતુ ખુલ્લેઆમ સમાજમાં ઝેર ફેલાવવાનો પ્રયાસ છે. આવી ભાષા એક સમુદાયને નિશાન બનાવે છે અને સાથે સાથે ખડિયા જેવી સમજદાર જનતાનો અપમાન કરે છે.
ચૂંટણી નજીક આવે એટલે ફરી ‘પાકિસ્તાન’ અને ‘હિન્દુ-મુસ્લિમ’ના મુદ્દાઓ ઉઠાવીને લોકોનું ધ્યાન મૂળ પ્રશ્નોથી ભટકાવવામાં આવે છે. આ સ્પષ્ટ રાજકીય એજન્ડા છે, જેમાં વિકાસ અને જનહિતના મુદ્દાઓને દબાવી દેવામાં આવે છે.
ખડિયા-જમાલપુર જેવા વિસ્તારોમાં વર્ષોથી બધા સમાજના લોકો શાંતિ અને ભાઈચારાથી સાથે રહે છે. અહીંના લોકો નફરતની રાજનીતિને નકારી ચૂક્યા છે તેઓ વિકાસ, રોજગાર અને સુરક્ષિત ભવિષ્ય ઈચ્છે છે.
અમે સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગીએ છીએ કે ભારતનું બંધારણ દરેક નાગરિકને સમાન અધિકાર આપે છે. ધર્મના નામે લોકોમાં ફૂટ પાડવાનો કોઈપણ પ્રયાસ દેશની એકતા, લોકશાહી અને બંધારણીય મૂલ્યો પર સીધી ચોટ છે.
અમે Election Commission of India અને રાજ્ય સરકારને કડક અપીલ કરીએ છીએ કે આવા વિભાજનકારક અને ભડકાઉ નિવેદનો સામે તરત જ કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
આજનો મતદાતા જાગૃત છે તે નફરત અને ભ્રમના રાજકારણને નહીં, પરંતુ વિકાસ, રોજગાર અને શાંતિને પસંદ કરશે.”
ચૂંટણી વિકાસ પર લડો, વિભાજન પર નહીં.
@highlight Indian Union Muslim League - Kerala State BJP Gujarat Indian National Congress - Gujarat Gujarat Today Daily News Paper Imran Khedawala Jignesh Mevani Bhushan Ashok Bhatt
(Freedom of Speech and Expression)