દાંતા તાલુકાના આંબાઘાટા ચેક પોસ્ટ પાસે ટ્રકના પાટા તૂટી જતા અકસ્માત ટળ્યો
દાંતા તાલુકાના આંબાઘાટા ચેક પોસ્ટ પાસે ટ્રકના પાટા તૂટી જતા અકસ્માત ટળ્યો
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આંબાઘાટા ચેક પોસ્ટ નજીક આજે એક મોટો અકસ્માત થતા થતા ટળી ગયો હતો. માહિતી મુજબ એક ટ્રકના પાટા તૂટી જતા ટ્રક અચાનક રસ્તા પર એક બાજુ ઝૂકી ગઈ હતી.
ટ્રકનો નંબર GJ 08 AU 7141 હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ઘટના સમયે આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી.
આ ઘટના પછી થોડા સમય માટે રસ્તા પર ટ્રાફિકમાં અવરજવર ધીમી પડી હતી. સદનસીબે મોટી જાનહાની ટળી હતી.
રિપોર્ટર: વિષ્ણુ ઠાકોર