logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

જિલ્લા:મહેસાણા: ખેરાલુ નગરપાલિકા વોર્ડ નં ૪ માં ગટર લાઇન ની અધૂરી કામગીરી ના લીધે લોકો નાં સ્વાસ્થ્ય સાથે ચેડાં જવાબદાર કોણ?

ખેરાલુ નગરપાલિકા વોર્ડ નં ૪ માં છેલ્લા ઘણાં સમયથી ગટરલાઇન અધૂરી કામગીરી ની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ખેરાલુ નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની સંતોષકારક ઉકેલ લાવવા માં આવી રહ્યા નથી એક બાજુ સરકાર દ્વારા સુત્ર આપવામાં આવ્યું છે ‌"સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત"
ત્યારે ખેરાલુ નગરપાલિકા વોર્ડ નં ૪ માં આવેલા બહેલીમ વાસનાં પાછળ નાં ભાગ માં રૂપેણ નદી ના રસ્તા પર ગટરની અધૂરી કામગીરી થી છેલ્લા ઘણાં સમયથી આસપાસ રહેતા રહીશોના સ્વાસ્થ્ય પર અસર પડે તો તેનો જવાબદાર કોણ રહેશે એ પણ એક સવાલ છે રહીશોના જણાવ્યા અનુસાર પાલિકા માં રજૂઆત કરવામાં આવી હતી તે દરમિયાન વર્તમાન સભ્યો દ્વારા ખાત્રી આપી હતી થી જશે પણ હજુ સુધી કોઈપણ પ્રકારની સંતોષકારક કામગીરી કરવામાં આવી નથી આ વિસ્તારમાં રહેતા ૨૦૦ - ૩૦૦ લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે તેવા ખેરાલુ નગરપાલિકા સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે

2
200 views

Comment