લખતર મામલતદાર કચેરીમાં ACBનો સફળ ટ્રેપ
સુરેન્દ્રનગરના લખતર મામલતદાર કચેરીમાં ACBએ સફળ ટ્રેપ ગોઠવી બે આરોપીઓને ઝડપી પાડયા. જમીન નોંધ પ્રમાણિત કરવા માટે રૂ.20,000ની લાંચ લેતા બંને અધિકારીઓ રંગેહાથ ઝડપાયા. ફરીયાદીના આધારે કાર્યવાહી હાથ ધરાઈ હતી. આરોપીઓએ પદનો દુરુપયોગ કરી ગેરકાયદેસર લાભ લેવાનો પ્રયાસ કર્યો હતો. ACB ટીમે સ્થળ પરથી રકમ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.