ચોટીલાના સુરજ દેવળમાં કાઠી ક્ષત્રીયો દ્વારા તા.૧૮થી ૨૧ ઉપવાસ પર્વ સાથે કથાનું આયોજન
ચોટીલા તાલુકાના નવા સુજ દેવળ મંદિરે આગામી તા.૧૮/૪/૨૬ થી ૨૧/૬/ સુધી કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા સાડા ત્રણ દિવસના ઉપવાસની ૭૦૦ વર્ષ જુની પરંપરા ઉજવાશે. જેમા તા. ઓ૧૮/૪/૨૬ થી કચા પ્રારંભ અને પોથીયાત્રા સવારે ૯.૦૦ કલાકે યોજારો. કથાનો સમય સવારે ૯,૦૦,થી ૧૨.૦૦ સુધી તેમજ સાંજના ૩.૦૦ થી ૬.૦૦ રહેશે. કથા વિરામ તથા ભગવાન સૂર્યનારાયણ યજ્ઞ તા. ૨૧/૪/૨૬ ના રોજ સવારે ૯.૦૦ કલાકે યોજાશે.અને બીડા હોમ બપોરે ૧૨.૦૦ કલાકે યોજારો.ને કચ્છ કાઠીયાવાડ ને પંચાળના કાઠી ક્ષત્રીય સમાજના નવયુવાનોને અગ્રણીઓ ઉપવાસ પર્વમાં જોડાશે.તા.૧૯/૪/૨૬ ના રોજ રાત્રી ના ૯.૦૦કલાકે ભવ્ય લોક ડાયરો યોજારો જેમા
કિર્તિદાન ગઢવી, હરેશદાન ગઢવી, રણજીતભાઈ વાંક, ઉદય પાપલ, જીતુદાન ગઢવી, જયદિપભાઈ ગઢવી, બીરજુ બારોટ, ગોવિંદભાઈ ગઢવી ભજન ને લોકસાહિત્ય ની રમઝટ બોલાવરી. તદ ઉપરાંત નવા સુરજ દેવળ ખાતે મંદિરનું ભૂમિદાન આપનાર ચોટીલા દરબાર રાણીંગબાપુ સોમલાબાપુ ખાચર (તાલુકદાર)ની પ્રતિમાની સ્થાપના દરબાર વિકુભાઈ દાદભાઈ ખાચર
દ્વારા કરવામાં આવશે. સુરજદેવળના આ સાડા ત્રણ દિવસ
ના ઉપવાસ પર્વ એ કાઠી ક્ષત્રીય સમાજના ગૌર્ષ અને બલિદાનની સાતસો વર્ષ જુની પરંપરા ના ભવ્ય ઈતીહાસને ઉજાગર કરતુ પર્વ છે. ઈ.સ.૧૬૯૦-૯૧ ની સાલ મા દિલ્હી ના મુગલ સલ્તનતના બાદશાહ ઔરંગઝેબના સેનાપતિ સુવાતખાને સુરજ દેવળ મંદિર પર હુમલો કર્યો હતો. કાઠી ક્ષત્રીય સમાજના ઈદેવ એવા સૂરજ દેવળને બચાવવા કાઠી વીર યોધ્ધાઓ એ સાડા ત્રણ દિવસ સુધી બહાદુરીથી સામનો કર્યો હતો. ને અસંખ્ય કાઠી વિર યોધ્ધાઓએ બલિદાન આપ્યા હતા. સુરજદેવળ
મંદિરની રક્ષા કરી હતી. વૈશાખ સુદ એકમથી ચોષ સુધી આ ઉપવાસ ફક્ત જલપાન કરી કરવામા આવે છે.ને આ રીતે કાઠીત્રિયો ના શૌર્ષ અને બલિદાનની કયાને જીવંત રાખવામાં આવી છે.
ઔરંગઝેબ ના સાશનકાળ દરમ્યાન સનાતન ધર્મ ને નેસ્તનાબૂદ કરવાના ભરપુર પ્રયાસો થયા હતા જેમા સનાતન ધર્મ ના મંદિરો નો નાશ કરવાનો તેનો મુખ્ય ઉદ્દેશ મહતો તે તેના ભાગ રુપેજ સૂરજદેવળ પર મુઘલ લશ્કરી સેનાપતિ સુજાતખાન દ્વારા આક્રમણ ઘયુ હતુ, વીર કાઠી ક્ષત્રીયો એ વિરતા પૂર્વક સામનો કર્યો હતો. સાંપ્રત સમયની પેઢીઓ એ આ ઘટના ભૂલવી ન જોઈએ એ માટે સર્વ સાથે મળી નવા સરજદેવળ ખાતે ઉપવાસમાં જોડાઈએ કાઠી યોદ્ધાઓને જૂની પરંપરાગત ઇતિહાસ ને ઉજાગર કરવો જોઈએ