ફરિયાદી સંઘ ઓફ માનવાધિકાર, સુરત
નવી દિલ્હી, તા. 06 એપ્રિલ 2026:
ફરિયાદી સંઘ ઓફ માનવાધિકાર, સુરત
નવી દિલ્હી, તા. 06 એપ્રિલ 2026:
ભારતીય જનતા પાર્ટીના માજી રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ તથા સંગઠનના મજબૂત સ્તંભ તરીકે જાણીતા શ્રી સંજયભાઈ વિનાયક જોશીજીના જન્મદિન નિમિત્તે ફરિયાદી સંઘ ઓફ માનવાધિકાર, સુરત દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
આ પ્રસંગે સંઘના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી પ્રદીપસિંહ રાજપૂત, સુરત જિલ્લા સેક્રેટરી શ્રી અશોકભાઈ પટેલ તેમજ સામાજિક કાર્યકર શ્રી પ્રવિણભાઈ મારવાડી દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો. જન્મદિનની ઉજવણી તા. 06 એપ્રિલ 2026ના રોજ સવારે 11:00 વાગ્યે આનંદોલ્લાસ અને ઉત્સાહભેર યોજાઈ રહ્યો છે.
આ પાવન અવસરે વિવિધ સ્થળોએ કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સહાયરૂપ થવા માટે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ તેમજ ધાર્મિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
શ્રી સંજયભાઈ જોશીજી તેમના સાદગીભર્યા જીવન, દૃઢ સંઘર્ષમય કાર્યશૈલી અને સંગઠન પ્રત્યેની અવિરત નિષ્ઠા માટે વ્યાપકપણે જાણીતા છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક યુવાનોને રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળી છે.
આ અવસરે ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા શ્રી સંજયભાઈ જોશીજીને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી, તેમના દીર્ઘાયુ, આરોગ્યમય અને સફળ જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.