રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ
ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૩ થી ૫ ની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત હસ્તકની ઓલપાડ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૩ થી ૫ ની વાર્ષિક પરીક્ષાનો આજરોજ શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયેલ છે.
તાલુકાની ૧૦૫ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ નિયત સમયપત્રક મુજબ પરીક્ષાનો પ્રારંભ થયેલ છે ત્યારે સૌ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજયભાઈ જરગલિયા, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર સહિત સી.આર.સી. કો-ઓર્ડિનેટર મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.