logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ

માંગરોળ મામલતદાર ડૉ. એચ.વી.ચાવડાની અધ્યક્ષતામાં મોસાલી પ્રાથમિક શાળાનાં ધોરણ-૮ નાં વિદ્યાર્થીઓને વિદાય


સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત માંગરોળ તાલુકાની મોસાલી પ્રાથમિક શાળા ખાતે ધોરણ-૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ માંગરોળનાં મામલતદાર ડો. એચ.વી.ચાવડાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોસાલી ગામનાં સરપંચ સવિતાબેન વસાવા, ડેપ્યુટી સરપંચ બિલાલભાઈ પાંચભાયા, ગ્રામ પંચાયત સભ્ય પ્રેરણાબેન પઢીયાર, ચંદ્રવદન પરમાર તથા ઐયુબભાઈ ભૂલાએ ઉપસ્થિત રહી વિદાય લઇ રહેલ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં. કાર્યક્રમની શરૂઆત મહેમાનોને પુષ્પગુચ્છ આપીને કરવામાં આવી હતી. આ તકે શાળાની બાળાઓએ વિદાયગીત રજૂ કર્યુ હતું. વિદાય લઈ રહેલ વિદ્યાર્થીઓ પોતાનાં પ્રતિભાવો રજૂ કર્યા હતાં. આ સાથે બાળકોને પ્રોત્સાહક ઇનામો પણ વિતરણ કરવામાં આવ્યા હતાં.
મામલતદાર ડો. એચ.વી.ચાવડાએ વિદાય લઇ રહેલ વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરીને તેઓ ભવિષ્યમાં શું બનવા માંગે છે તથા તેમનો ગોલ શું છે તે બાબતે વિશેષ ચર્ચા હાથ ધરી હતી. તેમણે જીવનમાં શિક્ષણની મહત્તા વિશે સમજૂતી આપી હતી. શાળાનાં શિક્ષિકા શીલાબેન ચૌધરી તરફથી તમામ બાળકો માટે જલેબીની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાનાં આચાર્ય વાસંતીબેન વસાવા, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં ઉપપ્રમુખ ઈમરાનખાન પઠાણ, પુષ્પાબેન પટેલ, લલીતાબેન ગામીત, શીલાબેન ચૌધરી, જીરૂબેન ગામીત, કવિતાબેન ચૌધરી, તેજલભાઈ પટેલ તથા આશિષભાઈ ચૌધરીએ જહેમત ઉઠાવી હતી જે બદલ ઈમરાનખાન પઠાણે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

1
0 views

Comment