logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ

સૂફી સિદ્ધાંતો જીવનનો વિરોધાભાસ દૂર કરવાની પ્રેરણા આપે છે - ડો. મતાઉદ્દીન ચિશ્તી.

હઝરત નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તીએ માત્ર ૧૧ વર્ષની વયે સારા સંસ્કાર, સંગ અને જ્ઞાનનો સંદેશ આપ્યો.


"હર હકીકતસે વો બાખબર હૈ,
હમ અપની અકીદતસે બેખબર"
ઇશ્વર દરેક બાબતથી વાકેફ છે, પરંતુ આપણે આપણી આસ્થાથી નાવાકેફ છીએ.

કરંજ: તા.૦૩ ઘેર ઘેર ગાય પાળો, ઘેર ઘેર વૃક્ષો વાવો, માનવસેવા કોમી એકતા, ભાઈચારો, વ્યસનમુક્તિ, શિક્ષણ, ઘેર ઘેર સંસ્કાર મેળવો,તેમજ આધ્યાત્મિક પ્રગતિ જેવા ઉપદેશ આપતી પરંપરાગત ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદી સાથે સંકળાયેલા પાલેજ ખાતે આવેલ વિશ્વ વિખ્યાત સંત રાજવલ્લભ હિઝ હોલીનેસ ખ્વાજા મોટામિયાં ચિશ્તી ત્રીજા (રહ.) સાહેબનો વાર્ષિક ઉર્સ - મેળો દર વર્ષે ચૈત્ર સુદપૂનમે બે દિવસ માટે ઉજવાય છે. દેશ-વિદેશથી અહીં લાખોની સંખ્યામાં વિવિધ કોમના લોકોની મેદની કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. આ વર્ષે તા. 1લી એપ્રિલ બુધવારના સંદલ શરીફ ની વિધિ થઇ હતી અને 2 એપ્રિલ ગુરુવારના ઉર્સ સાથે કવ્વાલીનો કાર્યક્રમ થયો હતો.
મોટામિયાં માંગરોલની ગાદીના એકમાત્ર વર્તમાન ગાદીપતિ- સજ્જાદાનશીન આદરણીય હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીની વિશેષ ઉપસ્થિતિમાં તેઓના સાનિધ્યમાં થયો હતો. હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીના નિવાસ્થાનથી જૂલુસ નિકળ્યું હતું. આ કાર્યક્રમમાં તેઓના સુપુત્ર અને ગાદીના ઉત્તરાધિકારી ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી, આ ઉપરાંત મોઇનુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી, ફરીદુદ્દીન મોઇનુઉદ્દીન ચિશ્તી, નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી, બદરુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી તથા કુટુંબીજનોની ઉપસ્થિતિમાં સાંજે 6 કલાકે સંદલ શરીફ ચઢાવી ફુલ ચાદર ચઢાવવામાં આવેલ હતી. દેશમાં ભાઈચારો અને શાંતિ બની રહે તે માટે વિશેષ દુઆ કરવામાં આવેલ હતી, આ સંદલ શરીફમાં હિન્દુ- મુસ્લિમ ભાઈઓ, બેહનો વિદેશથી પધારેલ મેહમાનો, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકોએ કોમી એકતાનું વિશેષ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
મોટામિયાં માંગરોલની ગાદી અર્થાત ચિશ્તીયા ખાનદાનના ઉત્તરાધિકારી ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તીએ પરંપરા મુજબ સંદેશ આપી જણાવ્યું હતું કે સૂફી સિદ્ધાંતો જીવનનો વિરોધાભાસ દૂર કરવાની પ્રેરણા આપી અન્યના જીનનમાંથી અવરોધો દૂર કરવા માધ્યમ બને છે, આ ઉપરાંત જીવનના અગત્યના પરિબળોથી વાકેફ થઇ વફાદારીનું મહત્વ સમજવું જરૂરી છે જણાવી આસ્થાએ આધ્યાત્મિકતાનું અગત્યનું પરિબળ છે એમ ઉમેર્યું હતું. પ્રસંગ સાથે- સાથે સેંકડો વર્ષોની પરંપરાને જાળવી રાખવાનું માધ્યમ બનવા બદલ દરેક અનુયાયીઓનો આભાર માનેલ હતો. તેઓના સુપુત્ર હઝરત નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તીએ માત્ર ૧૧ વર્ષની વયે સારા સંસ્કાર, સંગ અને ઇલ્મનું મહત્વ સમજાવી, સફળ જીવન જીવવાનું સરનામું સાચા સૂફી- સંતોના ઉપદેશો છે એમ કહ્યું હતુ્ં, પ્રવચન બાદ હૈદરાબાદના વિખ્યાત કવ્વાલ નિઝામી બ્રધર્સ દ્રારા સૂફી કલામ રજૂ થયા હતા તથા ભજનના કાર્યક્રમો થયા હતા. સલીમભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરી જરૂરી માહિતી પૂરી પાડી હતી. ઉર્સ દરમિયાન કાયદો વ્યવસ્થા જાણવવા બદલ પોલીસ વિભાગ વહીવટી તંત્ર અને તમામ સ્વયં સેવકોનો પણ આભાર માન્યો હતો.

1
0 views

Comment