ચાણસ્મા ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી: બહુચરાજી જતા પદયાત્રીઓની સુરક્ષા માટે રેડિયમ રીફલેક્ટર લગાવાયા......
ચાણસ્મા ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી: બહુચરાજી જતા પદયાત્રીઓની સુરક્ષા માટે રેડિયમ રીફલેક્ટર લગાવાયા......
ચૈત્રી નવરાત્રીના પાવન અવસરે યાત્રાધામ બહુચરાજી ખાતે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પદયાત્રીઓ રાત્રિના સમયે માર્ગ પરથી પસાર થતા હોય છે, ત્યારે તેમની સુરક્ષાને ધ્યાને રાખીને ચાણસ્મા ટ્રાફિક પોલીસ દ્વારા એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું.રાત્રિના અંધકારમાં વાહન ચાલકોને પદયાત્રીઓ સ્પષ્ટ દેખાઈ શકે અને અકસ્માત નિવારી શકાય તે હેતુથી યાત્રાળુઓના થેલા, લાકડી અને કપડાં પર રેડિયમ રીફલેક્ટર લગાવવામાં આવ્યા છે.
ચાણસ્માથી બહુચરાજી જતા મુખ્ય માર્ગ પર પોલીસ ટિમ દ્વારા રૂબરૂ જઈને આ સેવા પૂરી પાડવામાં આવી રહી છે.
જાગૃતિ: આ અભિયાન અંતર્ગત માત્ર રીફલેક્ટર જ નહીં, પરંતુ યાત્રાળુઓને ટ્રાફિકના નિયમો અને રાત્રિ દરમિયાન પદયાત્રા કરતી વખતે રાખવાની સાવચેતી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અકસ્માત નિવારવાનો પ્રયાસ:
ભૂતકાળમાં રાત્રિના સમયે વિઝિબિલિટી ઓછી હોવાને કારણે પદયાત્રીઓ સાથે નાના-મોટા અકસ્માતો સર્જાવાની ઘટનાઓ બનતી હોય છે. પોલીસના આ નવતર પ્રયોગથી દૂરથી આવતા વાહનોના પ્રકાશમાં આ રેડિયમ ચમકશે, જેનાથી ડ્રાઈવરને પદયાત્રીની હાજરીનો અહેસાસ થશે.યાત્રાળુઓએ પોલીસની આ સંવેદનશીલ અને સુરક્ષાલક્ષી કામગીરીને બિરદાવી હતી.
રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા