ચાણસ્મામાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી: દિવસે અભિષેક તથા હનુમાન ચાલીસા ના પાઠ અને રાત્રે ભજનની રમઝટ જામી.....
ચાણસ્મામાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી: દિવસે અભિષેક તથા હનુમાન ચાલીસા ના પાઠ અને રાત્રે ભજનની રમઝટ જામી.યાત્રાધામ ચાણસ્મા ખાતે હનુમાન જયંતિ મહોત્સવની શ્રદ્ધાભેર અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ટાવર ચોક સ્થિત વસુંધરા હનુમાન દાદા ના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.હનુમાન જયંતિના પવિત્ર દિવસે વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. આ અવસરે અભિષેક તેમજ હનુમાન ચાલીસા નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સવના ભાગરૂપે રાત્રિના સમયે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોવિંદપુરા ભજન મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી. મંડળના કલાકારોએ હનુમાનજીના ગુણગાન ગાતા ભજનો અને ધૂન રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મોડી રાત સુધી ચાલેલા આ કાર્યક્રમમાં આજુબાજુના વિસ્તારના લોકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સમગ્ર મહોત્સવ દરમિયાન ચાણસ્મા પંથકમાં 'જય શ્રી રામ' અને 'જય હનુમાન'ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા