logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ભાટસણ પગાર કેન્દ્ર પી.એમ.શ્રી શાળામાં વાર્ષિક નિરીક્ષણ

•બીટ કેળવણી નિરીક્ષક શ્રી મુકેશભાઈ દેસાઈ દ્વારા CET અને NMMS ટોપર વિદ્યાર્થીનું સન્માન કર્યું.

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલી ભાટસણ પગાર કેન્દ્ર પી.એમ.શ્રી શાળાનું વાર્ષિક નિરીક્ષણ આજ રોજ સંપન્ન થયું. આ પ્રસંગે બીટ કેળવણી નિરીક્ષક શ્રી મુકેશભાઈ દેસાઈએ શાળાની મુલાકાત લઈ શૈક્ષણિક કાર્ય અને વહીવટી પ્રવૃત્તિઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

નિરીક્ષણ દરમિયાન શ્રી મુકેશભાઈ દેસાઈએ શાળાના શૈક્ષણિક સ્તરની પ્રશંસા કરી હતી અને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી તેમના જ્ઞાનની ચકાસણી કરી હતી. તેમણે શાળાની વિવિધ પ્રવૃત્તિઓ અને પી.એમ.શ્રી યોજના અંતર્ગત થતી કામગીરીની પણ સમીક્ષા કરી હતી.

શાળા મુલાકાત દરમિયા CET (Common Entrance Test) માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થી અરવિંદ પ્રહલાદભાઈ રાઠોડ અને NMMS (National Means cum Merit Scholarship) ની પરીક્ષામાં ટોપર રહેલ વિદ્યાર્થીની ઓઢવિયા હસ્તી હસમુખભાઈને બીટ કેળવણી નિરીક્ષક શ્રી મુકેશભાઈ દેસાઈ દ્વારા પ્રોત્સાહિત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, "પરીક્ષામાં મળેલી આ સફળતા તમારી મહેનત અને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શનનું પરિણામ છે."

શાળાના આચાર્યશ્રી શૈલેષભાઈ સુથાર અને સમગ્ર સ્ટાફ દ્વારા બીટ નિરીક્ષકશ્રી મુકેશભાઈ દેસાઈ, દિલીપભાઈ ભાખરીયા, અને તેજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુકેશભાઈ દેસાઈ દ્વારા આચાર્યશ્રી ની કામગીરી અને વિશેષમાં શ્રી રાજેશભાઈ પરમાર ની વહીવટી કુશળતાની પણ સરાહના કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમના અંતે શાળા પરિવારે મહાનુભાવનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં પણ શૈક્ષણિક ગુણવત્તા જાળવી રાખી જરૂર લાગે ત્યાં પૂર્તતા કરી શાળાના શૈક્ષણિક અને વહીવટી વિકાસ માટે સંકલ્પ કર્યો હતો. સંકલન અને સંચાલન શાળાના શિક્ષક શ્રી નિલેશ શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું

0
574 views

Comment