logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ગુજરાત:- રાજકોટમા હમણા રાજકીય પાર્ટીના બેનરો વોર્ડનં-4, વોડનંબર 5 માજે લગાવેલ છે 4

ગુજરાત:- રાજકોટમા હમણા રાજકીય પાર્ટીના બેનરો વોર્ડનં-4, વોડનંબર 5 માજે લગાવેલ છે તેને રાજકોટ મહાનગરપાલીકા દ્વારા હટાવવાની પ્રક્રિયા ચાલુ કરેલ છે.તે બેનરો હટાવવા બિલકુલ અયોગ્ય છે. રાજકોટ શહેરમાં ઠેર, ઠેર બેનરો ધંધાર્થી તેમજ અન્ય બેનરો ઘણા લાંબા સમયથી લગાવેલ છે.તેને શામાટે ઉતારવામાં આવતા નથી. રાજકોટમા ઠેરઠેર ઈલેક્ટ્રીક પોલ ઉપર તેમજ જાહેર સ્થળે મંજૂરી વગર બેનરો લગાવેલ છે તેને શા માટે હટાવવામા આવતા નથી. રાજકોટમા ફુટપાથ ઉપર તેમજ સર્કલ ઉપર મંજૂરી વિના જે બેનરો લગાવેલ છે તેને શા માટે હટાવતા નથી. ઈલેક્ટ્રીક પોલ ઉપર ઠેરઠેર બેનરો જાહેરાત માટેના લગાવેલ છે.તેને શા માટે રાજકોટ મહાનગરપાલીકા હટાવતી નથી. રાજકોટની મોટાભાગની સોસાયટીમા ઠેર ઠેર મંજૂરી વગરના સ્પીડ બેકરો મુકવામાં આવેલ છે.તેને રાજકોટ મહાનગરપાલીક કેમ હટાવતી નથી. રાજકોટ દરેક વોર્ડમા આવા નિયમ વિરૂદ્ધના સ્પીડબ્રેકરો ઠેરઠેર મૂકવામા આવેલ છે.તેને મહાનગરપાલીકાના અધિકારીઓ શા માટે હટાવતા નથી. રાજકોટમા ઠેર ઠેર ગંદકી ફેલાયેલ છે.તેને પહેલા સફાઇ કરો. રાજકોટમા રોડ ઉપરના ખાડા પુરાવો. ખાડા રીપેરીંગ કરો. રાજકોટ મહાનગરના પાલીકાના અધિકારીને કહેવા માંગુ છુ કે તમો પહેલા ખાડા, સ્પીડબ્રેકરો, સફાઇ, પાણી વિગેરેમા ધ્યાન આપો. જ્યા જ્યા રોડ ઉપર વાહનો, રેકડીઓ,જમીનઉપર બોર્ડ, વાહનો લાંબા સમયથી પડેલ છે તેને હટાવો. કૃતિઓનેલા પાસે ઘણા સમયથી રીક્ષા પડેલ છે તેને હટાવો (બંધ હાલતમાં સાઇડ રોડ ઉપર પડેલ છે.તેને તાકીદે દૂર કરો. રાજકોટ મહાનગરપાલિકાના રોડના કામમા ધ્યાન દો. તેમાં મોટાપાયે ભષ્ટાચાર થાય છે.રોડના કામમાં ઇજનેરોને ધ્યાન દેવુંનથી.રોડના કામમા બેદરકારાથી રોડ સ્ટે જાય છે.રોડના કામના મોટો ભષ્ટાચાર થાય છે.રોડનું કામ ચાલતું હોઈ ત્યારે ઈજનેરો ધ્યાન દેતા નથી. જેના કારણે રોડ નબળો થાય છે.રોડના કામમાં ગુણવતા જળવાતી નથી. જનતા એ જાગ્રત થવાની જરૂર છે. હવે રાજકોટની જનતાએ જ્યા જ્યા કામ થતું હોઈ ત્યા દરેક સોસાયટીમા લોકોએ ધ્યાન દોરવું જોઈએ. સોસાયટીમા કામ નબળું થવા દેવું જોઈએ નહીં. આ દરેક રોડ, રસ્તા, જનતાના ટેકસના નાણાથી બને છે. વોર્ડનં.11, વોડ નંબર 12 વિગેરેમા રોડ જ્યા નબળા થાય છે તેને ફરીયાદ રાજકોટ મ્યુનીસીપાલીટીમા કમિશ્નરશ્રીને નિડરતાપૂર્વક કરવી જોઈએ. રાજકોટની જનતાએ જરા પણ ડર રાખવાની જરૂર નથી. ગુજરાત સરકાર અધિકારીને પગાર પુરો આપે છે.તો તેને ભષ્ટાચાર કરવાની જરૂર શું છે. અવાજ હમેશા ઉઠાવતા રહો. જનતાને ઉપયોગી બનતા ચ્હો. હમેશા નિસ્વાર્થે ભાવે જનતાની સેવા કરતા રહો. કોઈપણ કામ કરો જનતાને સાથે રાખી કામ કરો સફળતા તો મળશે. કોઈપણ ખાતામાં અધિકારીથી ડરવાની જરૂર નથી. રાજકોટમા મોટો ભષ્ટાચાર બિલ્ડીંગના પ્લાનપાસ કરાવવામાં, કમ્પ્લીશન સર્ટીફીકેટ મેળવવામાં મોટી રકમ ઇજનેરો, અધિકારીઓ લે છે. બેનરો લગાવવા માટે નાણા દેશો તો બેનરો નથી હટાવતા. રાજકોટમા ઠેર ઠેર દરેક ખાદ્યપદાર્થ જેવા કે દુધ, ધી, તેલ, મીઠાઇ, ફરસાણ, અનાજ, દવાઓ, કુટમા કેમીકલ્સ, કેરીમાં કાર્બન, પાણી દુષિત, હોટેલોમા સડેલા શાકભાજી, કાળુ બળેલ તેલથી રસોઈ બનાવવી, ઠંડા પીણામા ભેળશેળ, વિગેરેમા ધ્યાન દેવાની જરૂર છે. ભેળ શેળીયા ઉપર આરોગ્ય ખાતાએ એકશન લઈ જેલહવાલે કરવા જોઈએ.આવુ તો કરવું નથી. આવુ ભેળ રોળયુક્ત ખાવાથી કેન્સર જેવી મહાબીમારીનો ભોગ જનતા બને છે. રાજકોટમા મવડી મેઇન રોડ ઉપર શાકમાર્કેટ અન્ય સ્થળે રાજકોટ મહાનગરપાલીકા એ ખસેડવી જોઈએ અહીયા ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે. અહીંયા વારંવાર અકસ્માત થાય છે. રાજકોટ મહાનગર કમિશનરશ્રીએ અન્ય જગ્યાએ ખસેડવી જોઈએ.


રાજકોટ મહાનગરપાલીકાના અધિકારીશ્રીએ રાજકીય પાર્ટીના બેનર હટાવતા પહેલા રોડ, રસ્તા ઉપરનાં ખાડા રીપેરીંગ કરવા જોઈએ અને ઠેરઠેર ગંદકી દૂર કરી બિન કાયદેસર સ્પીડબ્રેકરો રાજકોટમાં નિયમ વિરૂદ્ધ છે તેને પહેલા દૂર કરવા જોઈએ તેવું ન્યાય એવમ અધિકાર સમીતી ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી પરસોતમભાઈ એન. મુંગરા નિવેદન કરેલ છે.

8
2739 views

Comment