જંબુસર એસટી ડેપોના કર્મચારી શબ્બીર ભાઈ મુસાભાઈ પટેલનો વિદાય સમારંભ યોજાયો.
જંબુસર એસટી ડેપોમાં લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર કર્મચારી શબ્બીરભાઈ મુસાભાઈ પટેલ તેમના વયમર્યાદા પૂર્ણ થતા નિવૃત્ત થયા છે. આ અવસરે જંબુસર એસટી ડેપો ખાતે ભાવભીની વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં એસટી ડેપોના અધિકારીઓ, સહકર્મચારીઓ તેમજ નિવૃત્ત કર્મચારીઓ હાજર રહ્યા હતા. સૌએ મળીને શબ્બીર ભાઈને ફૂલહાર પહેરાવી અને શાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન સહકર્મચારીઓએ તેમની સાથેના પોતાના અનુભવો વહેંચ્યા અને તેમની નિષ્ઠા, સમયપાબંદી અને ફરજ પ્રત્યેની લગનને યાદ કરી હતી.શબ્બીર ભાઈ મુસાભાઈ પટેલે પોતાના કારકિર્દીની શરૂઆત એસટી વિભાગમાં ડ્રાઈવર તરીકે કરી હતી. બાદમાં તેઓ હેલ્પર તરીકે પણ ફરજ બજાવતા રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે હંમેશા જવાબદારીપૂર્વક અને ઇમાનદારીથી પોતાની ફરજો નિભાવી હતી, જેના કારણે તેઓ સહકર્મચારીઓમાં લોકપ્રિય રહ્યા હતા.
નિવૃત્તિ પ્રસંગે શબ્બીરભાઈએ તમામ સહકર્મચારીઓ અને અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાના સેવા સમયના અનુભવોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે એસટી વિભાગ સાથે જોડાયેલો સમય તેમના જીવનનો અમૂલ્ય ભાગ રહ્યો છે.
અંતમાં, તમામ હાજર મહાનુભાવોએ સબીરભાઈને તેમના નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી અને સ્વસ્થ, સુખમય જીવનની કામના કરી હતી.