છોટાઉદેપુરના કાનાવાંટ કાછેલ ગામે આની નદી પર નવીન બ્રીજનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું.
છોટાઉદેપુર :
છોટાઉદેપુરના કાનાવાંટ કાછેલ ગામે આની નદી પર નવીન બ્રીજનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું.
છોટાઉદેપુર તાલુકાના કાનાવાંટ કાછેલ ગામ ખાતે આની નદી પર નવીન બ્રીજનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું છે. અંદાજિત ૫.૫૩ કરોડ મંજૂર થયા છે. જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે થયું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશ રાઠવા, કાળુભાઈ નાયકા, ભાજપ જિલ્લા મંત્રી વિલાસબેન રાઠવા,તાલુકા ભાજપ પ્રમુખ રસિક રાઠવા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારના આગેવાનો સરપંચો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.