તોસીફભાઈ શેખને સુરત જિલ્લા ભાજપ લઘુમતિ મોરચામાં કોષાધ્યક્ષ પદે નિમણૂંક
પટેલ સુજાન
તોસીફભાઈ શેખને સુરત જિલ્લા ભાજપ લઘુમતિ મોરચામાં કોષાધ્યક્ષ પદે નિમણૂંક
સુરત જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન મજબૂત બનાવવા માટે લઘુમતિ મોરચામાં નવી નિમણૂકો જાહેર કરવામાં આવી છે. જિલ્લા પ્રભારી ગૌતમભાઈ ગેડીયા અને પ્રમુખ ભરતભાઈ રાઠોડ સાથે ચર્ચા-વિચારણા બાદ તરસાડી નગરના તોસીફ યાકુબ શેખને કોષાધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા લઘુમતિ મોરચાના સંગઠનને વધુ સક્રિય બનાવવા દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા પ્રભારી ગૌતમભાઈ ગેડીયા અને જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડની હાજરીમાં ચર્ચા-વિચારણા તથા સંકલન બાદ વિવિધ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
આઅંતર્ગત તરસાડી નગરના રહેવાસી તોસીફ યાકુબ શેખને લઘુમતિ મોરચાના કોષાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની નિમણૂકથી મોરચાની આર્થિક વ્યવસ્થામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી
રહી છે.પાર્ટી સૂત્રો મુજબ, આ નવી ટીમ સંગઠનને ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.નવા પદાધિકારીઓને પક્ષના સિદ્ધાંતોને આગળ વધારવા અને કાર્યકરો સાથે સંકલન વધારવા સૂચના આપવામાં આવી છે.