logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ

તા.૩૦/૦૩/૨૦૨૬



*ભરૂચ જિલ્લામાં NAQUIM અભ્યાસ અને રિચાર્જ પ્લાન અંગે CGWB દ્વારા મહત્વપૂર્ણ વર્કશોપ યોજાયો*

ભરૂચ - સોમવાર-કેન્દ્રિય ભૂગર્ભ જળ બોર્ડ (Central Ground Water Board - CGWB), વેસ્ટ સેન્ટ્રલ રીજન (WCR) અમદાવાદ દ્વારા ભરૂચ જિલ્લામાં હાથ ધરાયેલા NAQUIM અભ્યાસ અને તેના તારણો તેમજ રિચાર્જ પ્લાન અંગે માહિતીના અંગે જિલ્લા કલેક્ટર કચેરી, ભરૂચ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસેની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકના પ્રારંભે સાયન્ટિસ્ટ-સી કમર ઉજ્જમ ખાન દ્વારા ભરૂચ જિલ્લામાં હાથ ધરાયેલા NAQUIM અભ્યાસની વિસ્તૃત રજૂઆત કરી હતી.

જેમાં ખાસ કરીને ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં અમલમાં મૂકાયેલા NAQUIM 2.0 અભ્યાસ, તેના મુખ્ય તારણો, ભૂગર્ભ જળ વ્યવસ્થાપન યોજના (GWMP) તથા રિચાર્જ પ્લાન (RP) અંગે વિગતવાર માહિતી આપી હતી.

ઉપરાંત, JSJB પોર્ટલ તથા MGNREGA હેઠળ કરવામાં આવેલા સુધારાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન CGWBની વેબસાઇટ તથા INGRES વેબ પોર્ટલ મારફતે CGWB ડેટા કેવી રીતે મેળવવો તેની પણ પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી.

આ વર્કશોપમાં ભૂગર્ભ જળના સ્તરને સુધારવા, ૨૦૨૫ સુધીના ડેટાનું મૂલ્યાંકન કરવા અને ભવિષ્યના જળ સંચયના આયોજન અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. તમામ લાયઝન વિભાગોને જળ શક્તિ અભિયાન (JSA), જલ શક્તિ જનભાગીદારી (JSJB), MGNREGA તથા અન્ય જળ સંરક્ષણ સંબંધિત કામગીરીમાં આ અભ્યાસના તારણોનો અસરકારક ઉપયોગ કરવા સૂચના આપી હતી. સાથે જ, ગ્રામ્ય તથા શહેરી બંને વિસ્તારોમાં ટકાઉ ભૂગર્ભ જળ સંચાલન માટે ભલામણ કરાયેલ રિચાર્જ પ્રસ્તાવોનું અસરકારક અમલીકરણ કરવા ઉપર ભાર મૂક્યો હતો. આ વર્કશોપની તમામ વહીવટી કામગીરી નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA), ભરૂચ દ્વારા સંભાળવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના જળ સ્ત્રોતોના રક્ષણ અને યોગ્ય વ્યવસ્થાપન માટે આ વર્કશોપ એક મહત્વનું પગલું સાબિત થનાર છે. આ તકે મહાનુભાવોના હસ્તે બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં પ્રાયોજના વહીવટદારશ્રી, સાયન્ટિસ્ટ-બી મિસ અલિયા બાનો, GWSSB, CWC, GWRDC, વન વિભાગ, બાગાયત, કૃષિ, આદિજાતિ વિકાસ, સિંચાઈ વિભાગ, જિલ્લા પંચાયત, પંચાયત સિંચાઈ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..... ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ...

0
0 views

Comment