ભાટસણ પગાર કેન્દ્ર પીએમ શ્રી ગુજરાતમાં રીસોર્સ પર્સન ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન થયું
•પીએમ શ્રી અંતર્ગત સ્પેશિયલ નિમણૂક થયેલા શિક્ષકોને આભાર દર્શન કાર્યક્રમમાં સન્માનિત
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાની ભાટસણ પગાર કેન્દ્ર પીએમ શ્રી ગુજરાત શાળામાં કાર્યરત સંગીત, ચિત્ર, કોમ્પ્યુટર અને યોગ એમ ચાર રીસોર્સ પર્સનને આચાર્યશ્રી શૈલેષભાઈ સુથારની પ્રેરણા અને માર્ગદર્શનમાં ઋણ સ્વીકાર કાર્યક્રમ અંતર્ગત તેમને કરેલી વિશિષ્ટ અને ઇનોવેટિવ કામગીરી બદલ શાળા પરિવાર દ્વારા સન્માનિત કરી શાળામાં દૂધમાં સાકર ભળે એમ ભળી જવા બદલ અને સમગ્ર સ્ટાફ પરિવાર, બાળકો અને ગ્રામજનોનો પ્રેમ અને વિશ્વાસ સંપાદિત કરવા બદલ તમામ સ્ટાફ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન થયું.
શાળામાં શિક્ષક શ્રી નિલેશ શ્રીમાળી દ્વારા ભાટસણ પી.એમ શ્રી ગુજરાતની સિદ્ધિઓની સાથે સાથે રીસોર્સ પર્સનની કામગીરીને બિરદાવી હતી. શાળાના શિક્ષક શ્રી ધનેશભાઈ પરમાર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન તથા તમામ રિસોર્સ ટીચરની કામગીરીની સરાહના કરી હતી. આચાર્યશ્રી શૈલેષભાઈ સુથાર દ્વારા સંપૂર્ણપણે સકારાત્મક અભિગમથી રીસોર્સ પર્સન ને નવાજ્યા હતા અને હજી પણ આગળ સુંદર કામગીરી ચાલુ રાખે તેમ જણાવ્યું હતું.
તમામ રિસોર્સ પર્સન દ્વારા પોતાના અભિપ્રાય આપવામાં આવ્યા હતા અને એક પરિવારમાં કામ કર્યું હોય તેવો અનુભવ વર્ણવ્યો હતો. ચિત્ર શિક્ષક માસુંગપુરી ગોસ્વામી, સંગીત શિક્ષક અંકિતાબેન જાદવ, કોમ્પ્યુટર ટીચર સુનિતાબેન ચૌહાણ અને યોગ ટીચર નિરાલીબેન પટેલ જેમણે જણાવ્યું કે તમામ તબક્કે સ્ટાફ પરિવાર દ્વારા સાથ સહકાર મળી રહ્યો છે તથા સકારાત્મક અભિગમ વાળી શાળા મળવાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.