રાજકોટ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર ઝોન ના પદ અધિકારીઓની વિશેષ બેઠક યોજાઈ
*ગુજરાત પ્રદેશ ભાજપા*
*તા. ૩૦/૦૩/૨૦૨૬*
-------
*રાજકોટ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર ઝોનના પદાધિકારીઓની બેઠક યોજાઇ*
-------
*પાયાના સ્તરે પ્રભાવી લોકસંપર્ક, અસરકારક વ્યૂહરચના અને લોકસેવાની કામગીરીના પ્રચાર-પ્રસાર અંગે કાર્યકર્તાઓને વિસ્તૃત માર્ગદર્શન આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા*
-------
ગુજરાત પ્રદેશ ભાજપા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજે રાજકોટ મહાનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભાજપાના સૌરાષ્ટ્ર ઝોનના પદાધિકારીઓની બેઠક યોજાઇ હતી.
ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ તેમના સંબોધનમાં બૂથના કાર્યકર્તાઓને પક્ષનો સૌથી મજબૂત પાયો ગણાવી, દરેક બૂથ પર અત્યંત ઝીણવટભર્યું આયોજન કરવા અને સંગઠનને વધુ શક્તિશાળી બનાવવા પર ભાર મૂક્યો હતો. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત વિપક્ષના ભ્રામક અપપ્રચાર સામે પાયાના સ્તરે પ્રભાવી લોકસંપર્ક, અસરકારક વ્યૂહરચના તેમજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકારની જનકલ્યાણની યોજનાઓ અને લોકસેવાની કામગીરીના પ્રચાર-પ્રસાર સંદર્ભે તેઓએ કાર્યકર્તાઓને વિગતવાર માર્ગદર્શિત કર્યા હતાં.
આજની આ સૌરાષ્ટ્ર ઝોનની પદાધિકારી બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી અને સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી શ્રી અનિરુદ્ધભાઈ દવે, પ્રદેશ મહામંત્રીશ્રીઓ ડૉ.પ્રશાંતભાઈ કોરાટ, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના સંયોજક શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના સભ્યશ્રીઓ બાબુભાઈ બોખીરીયા, શ્રી ઉદયભાઈ કાનગડ, ઝોનના વિવિધ જિલ્લા અને મહાનગરના ભાજપા સંગઠનના પદાધિકારીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ચુંટણી સંચાલન સમિતિના સભ્યો, આગેવાનો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રશાંત વાળા
પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ
ભાજપા ગુજરાત