રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ
*આઠ વર્ષનો સફર, વિદાય સાથે પૂર્ણ, પ્રાથમિક શાળા કોબા*
*પ્રાથમિક શાળા કોબા, તાલુકો ઓલપાડ, જીલ્લો સુરત ખાતે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે ભાવુક વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખૂબ જ* *લાગણીસભર વાતાવરણમાં યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આંખો* *અશ્રુભીની બની ગઈ હતી. આઠ વર્ષ સુધી એક જ શાળામાં સાથે અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે વિદાયનો આ ક્ષણ અત્યંત ભાવનાત્મક રહ્યો હતો.*
*વિદાય સમારંભના મુખ્ય અધ્યક્ષ તરીકે ગામના સરપંચ શ્રી દિલીપભાઈ પટેલ હાજર રહ્યા હતા. સાથે જ* *અલ્પેશભાઈ પટેલ અને તલાટી મંત્રી શ્રી જીતુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં મહેનત અને સંસ્કાર સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી.*
*કાર્યક્રમ દરમિયાન ધોરણ 8ના વિદ્યાર્થીઓએ પોતાના વક્તવ્યમાં શાળાના સંસ્મરણો યાદ કર્યા હતા. બોલતા બોલતા અનેક વિદ્યાર્થીઓની આંખોમાં આંસુ આવી ગયા હતા, જે તેમની શાળાપ્રત્યેની લાગણી અને જોડાણ દર્શાવતા હતા. શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સ્નેહભર્યો સંબંધ આ પ્રસંગે સ્પષ્ટપણે ઝલક્યો હતો.*
*આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન અને આભાર વિધિ શાળાના આચાર્ય ધર્મેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું એન્કરિંગ શાળાની શિક્ષિકા કોમલબેન દ્વારા ખૂબ જ સુંદર રીતે સંચાલિત કરવામાં આવ્યું હતું. અંતે, સૌએ* *વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને વિદાય આપી.*