logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત મહાનગરપાલિકા દ્વારા ડુમસ સી-ફેસ ખાતે “શ્રમદાન" કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

સુરત મહાનગરપાલિકા દ્વારા આજરોજ સવારે ૦૭:૦૦ કલાકે ડુમસ સી-ફેસ ખાતે “શ્રમદાન કાર્યકમ”નું આયોજન કરવામાં આવેલ. સુરત મહાનગરપાલિકા દ્વારા ડુમસ ખાતે ડુમસ સી-ફેસ નું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવેલ. સુરતવાસીઓ તેમજ સુરતની આજુબાજુ ના વિસ્તારોના પર્યટકોમાં ડુમસ સી-ફેસ અત્યંત લોકપ્રિય બનેલ છે. સદર સ્થળે વિકએન્ડમાં મોટી સંખ્યામાં પર્યટકો મુલાકાત લેતા હોય, ત્યાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે આજરોજ શ્રમદાન સાથે ક્રિએટર્સ પોતાની આગવી ક્રિએટિવીટીથી સ્વચ્છતા વિષયક રીલ્સ મારફત જાગૃતિ લાવવાના પ્રયાસ રૂપે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ.
સદર કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન, પૂર્વ મેયર દક્ષેશભાઈ માવાણી, પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલા, પૂર્વ દંડક ધર્મેશ વાણીયાવાલા, પૂર્વ કોર્પોરેટરઓ, ડે. કમિશન મનીષ ડોકટર, ડે. કમિશન ધર્મેશ મિસ્ત્રી અને આરોગ્ય અધિકારી ડૉ. પ્રદીપ ઉમરીગર હાજર રહેલ. આ ઉપરાંત ઇનોવેટીવ ફોર ઇન્ડિયા, કિલનઅપ સુરત જેવી NGO, ક્રિએટર્સ તથા મોટી સંખ્યામાં શહેરીજનોની ઉપસ્થિતિમાં શ્રમદાન કાર્યકમને બહોળો પ્રતિસાદ મળેલ. સદર શ્રમદાન કાર્યક્રમમાં ૪૦૦૦થી વધુ શહેરીજનો ઉપસ્થિત રહી ૨૧૨ કિલો પ્લાસ્ટિકની બોટલ, પાન મસાલાના રેપર્સ, કાગળ, પ્લાસ્ટિકની થેલી જેવો કચરો એકત્રિત કરી તેનો નિકાલ કરેલ.
સદર કાર્યક્રમમાં માન. કમિશનરશ્રીએ ઉપસ્થિત શહેરીજનોને સ્વભાવમાં સ્વચ્છતા લાવવા, સ્વચ્છતામાં લોકભાગીદારી વધારવા તથા સુકો અને ભીનો કચરો અલગ અલગ રાખવા જણાવેલ તેમજ સમગ્ર દેશમાં સ્વચ્છતામાં અગ્ર એવા સુરત શહેરનું વિશ્વસ્તરે સ્વચ્છતામાં નામ રોશન થાય તે મુજબની ઉચ્ચ સ્તરની સ્વચ્છતા જાળવવા જણાવેલ. આ ઉપરાંત ડુમસ સી-ફેસ ખાતે ઉપસ્થિત રહેલ શહેરીજનોને પર્યટન સ્થળની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ડસ્ટબીનનો ઉપયોગ કરવા જણાવેલ. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ ક્રિએટર્સને ડુમસ સી-ફેસ ની સાથે સમગ્ર શહેરની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સોશિઅલ મીડિયામાં રીલ્સ મારફતે જનજાગૃતિ લાવવા જણાવેલ. સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ સુરત શહેરની સ્વચ્છતાએ ફક્ત સફાઈ કર્મચારીઓની જવાબદારી નથી પરંતુ સમગ્ર શહેરના શહેરીજનોની સામુહિક જવાબદારી છે તેમજ ડુમસ સી-ફેસ ને 'લીટર ફ્રી ઝોન' (કચરા મુક્ત વિસ્તાર) કરવા શહેરીજનોને સહયોગ આપવા જણાવેલ. સુરત શહેરનો સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૫-૨૬માં પણ આગાઉની જેમ અગ્રક્રમ જળવાઈ રહે તે માટે શહેરીજનોને સાથસહકાર આપવા જણાવેલ.

5
243 views

Comment